Saturday, May 18, 2024
HomeગુજરાતGUJARAT: અન્ય સોશ્યલ મીડિયા એકાઉન્ટમાંથી અંતિમ ઘડીએ બેફામ પ્રચાર

GUJARAT: અન્ય સોશ્યલ મીડિયા એકાઉન્ટમાંથી અંતિમ ઘડીએ બેફામ પ્રચાર

- Advertisement -

સોશ્યલ મીડિયાના જમાનામાં ઉમેદવારો તેનો પણ ઉપયોગ કરવામાં કચાસ છોડતા નથી. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ઉમેદવારે તેમના સોગંદનામામાં જે સત્તાવાર સોશ્યલ મીડિયા એકાઉન્ટની વિગત આપી હોય તેના પર ચૂંટણી પંચ વોચ રાખે છે. ઉમેદવારો પૈસા દઈ વધુમાં વધુ મતદારો સુધી તેમનો પ્રચાર થાય તેવા પ્રયાસો કરે છે. જૂનાગઢ ચૂંટણી પંચની નજરમાં કોંગ્રેસ અને રાઈટ ટુ રિકોલ પાર્ટીના ઉમેદવારે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પૈસા દઈ પ્રચાર કર્યાનું ધ્યાનમાં આવ્યું છે, જ્યારે ભાજપ સહિતના અન્ય ઉમેદવારોએ તેમના સત્તાવાર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી નાણાં દઈ પ્રચાર કર્યો નથી.

ચૂંટણી પંચના કાયદામાં સોશ્યલ મિડીયા મુદ્દે અનેક છટક બારીઓ હોવાનો કચવાટ ફેલાયો છે. ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર ભરે તેમાં ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ, વ્હોટસએપની વિગત દર્શાવી હોય તેના પર ખર્ચ મુદ્દે ચૂંટણી પંચ નજર રાખતું હોય છે. પરંતુ, ઉમેદવારોના સમર્થકો પૈસા આપી સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર જે તે ઉમેદવારનો પ્રચાર કરે તો તેનો ખર્ચ ઉમેદવારોના ખર્ચની યાદીમાં નોંધવવામાં આવતો નથી, તેના પર કોઈ નિયંત્રણ છે નહી અને ચૂંટણી તંત્ર તેના પર નજર પણ રાખતું નથી. જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 11  ઉમેદવારો મેદાનમાં છે. આ તમામ ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નજર રાખવા માટે અલગ-અલગ અનેક ટીમો કામ કરી રહી છે. જેમાં સોશ્યલ મિડીયા પર પણ ચૂંટણી પંચની ટીમ વોચ રાખી રહી છે. જૂનાગઢ ચૂંટણી પંચના સોશ્યલ મિડીયાના નોડલ ઓફિસર દ્વારા રાખવામાં આવતી નજરમાં કોંગ્રેસના ઉમેદવાર અને રાઈટ ટુ રિકોલ પાર્ટીના ઉમેદવારે પોતે આપેલા સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર પૈસા આપી પ્રચાર કરવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કોંગ્રેસના ઉમેદવારે ફેબુ્રઆરીથી લઈ મે માસ સુધીમાં તેમના સત્તાવાર ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કુલ 38 વિડીયોનું પ્રમોશન કર્યું છે. જે માટે 1,70,300 નો ખર્ચ કર્યો છે. ચૂંટણી પંચના નિયમ મુજબ જે દિવસથી ઉમેદવારી પત્ર ભર્યું ત્યારથી તેમના ખર્ચની રકમ ઉમેદવારે કરેલા ખર્ચ ખાતે ઉધારવામાં આવશે. કોંગ્રેસના ઉમેદવારે ગત તા. 18 એપ્રિલના ઉમેદવારી પત્ર ભર્યા બાદ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાંથી 11 વિડીયો 29,900ના ખર્ચે પ્રમોશન કર્યા હોવાનું સામે આવ્યું છે. તેવી જ રીતે રાઈટ ટુ રિકોલ પાર્ટીના ઉમેદવારે ફેસબુક પર 500 રૂપીયાના ખર્ચે ત્રણ વિડીયો પ્રમોશન કર્યા છે.ભાજપના ઉમેદવારને બદલે તેમના સમર્થકો પણ સોશ્યલ મિડીયામાં પૈસા આપી અનેક વિડીયો પ્રમોશન કરી રહ્યા છે પરંતુ ભાજપના ઉમેદવારે તેમના સોગંદનામામાં આપેલા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વ્હોટસએપ પર વિડીયો પ્રમોશન કરતા હોય તેવું સોશ્યલ મિડીયાના નોડલ ઓફિસરને હજુ સુધી ધ્યાનમાં આવ્યું નથી. આ સિવાય અન્ય પાર્ટીના કે અપક્ષ ઉમેદવારો પણ પોતાના સત્તાવાર સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર પૈસા આપી પ્રચાર કરતા હોય તેવું ચૂંટણી પંચને ધ્યાનમાં નથી. ભાજપના ઉમેદવારના સમર્થકો દ્વારા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર અનેક પેઈડ વિડીયોનું પ્રમોશન થઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. પરંતુ લાચાર ચૂંટણી પંચના હાથ બંધાયેલા હોવાથી ઉમેદવાર ખર્ચની ઝફામાંથી છટકી જાય છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular