Sunday, May 19, 2024
Homeગુજરાતગુજરાતમાં આજે હળવા વરસાદની આગાહી

ગુજરાતમાં આજે હળવા વરસાદની આગાહી

- Advertisement -

હાલ ગુજરાતના કોઈપણ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા નથી. આજે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરિયાકિનારાના વિસ્તારોના લોકોને હાલ કોઈપણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા હળવા મૂડમાં વરસવાની શક્યતા છે. કાલથી ત્રણ દિવસ ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયાં ઝાપટાં વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં હળવો વરસાદ વરસવાની શક્યતા છે તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, સોમનાથ, કચ્છમાં પણ આજે હળવા વરસાદની સંભાવના છે.સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં હાલ કોઈપણ પ્રકારની ભારે વરસાદ વરસવાની સંભાવના નથી તેમજ દરિયા વિસ્તારમાં કોઈપણ પ્રકારની વોર્નિંગ નથી અપાઈ. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે હળવા વરસાદની શક્યતા છે.17, 18 અને 19 ઓગસ્ટે ગુજરાતમાં વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો, દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ, જેમ કે, ડાંગ, નવસારી, વસલાડ અને દમણમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દરિયાકિનારાની વાત કરવામાં આવે તો માછીમારો માટે પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલથી દેશના ઉત્તરીય પૂર્વ ભાગોમાં હવામાનમાં પલટો આવશે. 17થી 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ થશે. 21થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ થશે. 26 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે તેમજ 26થી 31 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થશે.

ગુજરાતમાં સીઝનના વરસાદની વાત કરીએ તો કચ્છ ઝોનમાં સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યની મહત્ત્વની 207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે, જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,58,797 એમસીએફટી જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 77.47 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતનાં 15 જળાશયમાં 73.25 ટકા, મધ્ય ગુજરાતનાં 17 જળાશયમાં 49.48 ટકા, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયમાં 75.06 ટકા, કચ્છ ઝોનનાં 20 જળાશયમાં 65.68 ટકા તથા સૌરાષ્ટ્રનાં 141 જળાશયમાં 83.86 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.નર્મદા ડેમની ફાઈલ તસવીર.રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલાં 64 જળાશય અને 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલાં 31 જળાશય મળી કુલ 95 જળાશય હાઇએલર્ટ પર છે. જ્યારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતાં 25 જળાશય એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતાં 14 જળાશયને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular