Friday, May 3, 2024
Homeવડોદરાસાવલી : લોકસભા ભાજપા ઉમેદવારની યોજાઈ જનસભા

સાવલી : લોકસભા ભાજપા ઉમેદવારની યોજાઈ જનસભા

- Advertisement -

લોકસભા ભાજપા ઉમેદવારની યોજાઈ જનસભા
ડો.હેમાંગ જોષીએ રજવાડી ‘ચા’ ની કાર્યકરો સાથે માણી મઝા
વિસ્તારમાં જંગી બહુમતી સાથે ઉમેદવારને જીતની અપાયી ખાત્રી

વડોદરા જીલ્લાના સાવલી તાલુકા લોકસભા ભાજપાના ઉમેદવાર ડોકટર હેમાંગ જોષી દ્વારા ચૂંટણી પ્રચાર અર્થે જનસભા યોજી હતી. જેમાં સ્થાનિક ધારાસભ્ય પૂર્વ સાંસદ સહિત નગર અને તાલુકા ના કાર્યકરો હોદ્દેદારો નગરજનો રહ્યાં ઉપસ્થિત રહ્યા હતા. સાવલી નગર અને તાલુકાના સામાજીકસંગઠન ના અગ્રણીઓ અને વહેપારીઓ દ્વારા ઉમેદવારનું ફુલહારથી સ્વાગત કરી આ વિસ્તારમાં જંગી બહુમતી સાથે જીતની ખાતરી આપી હતી.

લોકસભા ભાજપા ઉમેદવારની જનસભા & બાઈટ : રંજનબેન ભટ્ટ, પૂર્વ સાંસદ, વડોદરા

 

વડોદરા લોકસભાની ચૂંટણીના પ્રચાર શરૂ થઈ ગયાં છે. ત્યારે સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાં પણ ભાજપા ના લોકસભાસીટ ના યુવા અને ઉત્સાહી ઉમ્મીદવાર ડોકટર હેમાંગ જોષીએ પણ સાવલી અધિક પ્લાઝા સ્થિત રજવાડી ચા ની કાર્યકરો સાથે મઝા માણી હતી. જે બાદ નગર મધ્યમાં આવેલ પૌરાણિક રામજીમંદિરે ધારાસભ્ય કેતન ઇનામદાર પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સાથે દર્શન કરી આશીર્વાદ મેળવી જનસભા સંબોધિત કરી હતી. સાવલી નગર અને તાલુકા ના વિવિધ સામાજિક સંઘઠનો ના અગ્રણીઓ વહેપારી, ડોકટર, એડવોકેટ એસોસિએશન ના અગ્રણીઓ અને બ્રહ્મ,પટેલ,રાણા વૈષ્ણવ,ક્ષત્રિય,મુસ્લિમ,જેવા અનેક સમાજ ના અગ્રણીઓ એ ઉમ્મીદવાર ડોક્ટર હેમાંગ જોષી નું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું અને જંગી બહુમતી થી જીત ની ખાતરી આપી હતી. આ પ્રસંગે ચૂંટણી પ્રચાર માં સહભાગી થયેલ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ એ પણ હાજરી આપી ડોક્ટર હેમાંગ જોષી નો જંગીબહુમતી થી જીત નો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

 

ઇકબાલ લુહાર સાથે સી.એન 24 ન્યુઝ સાવલી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular