MEHSANA : આદરજમાં જૂની અદાવતનો ખાર રાખી 19 વર્ષીય યુવક પર છરીથી જીવલેણ હુમલો, શરીરે 16 ટાંકા આવ્યા

0
17
meetarticle

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા આદરજ ગામમાં લોહિયાળ અથડામણની ઘટના સામે આવી છે. ગામમાં રહેતો 19 વર્ષીય યુવક જ્યારે નિરાંતે ઉભો રહીને શેરડીનો રસ પી રહ્યો હતો, ત્યારે જ પાડોશમાં રહેતા એક શખ્સે ઓચિંતો હુમલો કર્યો હતો. હુમલાખોરે પાછળથી આવીને યુવકના શરીર પર છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા. અચાનક થયેલા આ હુમલાને પગલે યુવક કંઈ સમજે તે પહેલા જ તે લોહીલુહાણ થઈ ગયો હતો. હુમલાખોર પાડોશી હોવાનું ખૂલતા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે.

હાલમાં યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ હુમલો એટલો ગંભીર હતો કે 19 વર્ષીય યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર, યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેને 16 જેટલા ટાંકા આવ્યા છે. હાલમાં યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે યુવકના પરિવારમાં ભારે રોષ અને ગભરાટ જોવા મળી રહ્યો છે.

જુની અદાવત અને પોલીસ ફરિયાદનું કનેક્શન

પ્રાથમિક તપાસમાં આ હુમલા પાછળ જૂની અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું છે. એવી વિગતો મળી રહી છે કે ભોગ બનનાર યુવકે થોડા દિવસો પહેલા હુમલાખોર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદનો ખાર રાખીને આરોપી અંકિત ઠાકોર નામના શખ્સે બદલો લેવાના ઈરાદે આ જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ છે. આ મામલે બાવલુ પોલીસે અંકિત ઠાકોર સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here