KHEDA : આણંદ જિલ્લામાં 6,722 ઘરોમાં મચ્છર ઉત્પત્તિના પોરા મળી આવ્યા

0
54
meetarticle
 આણંદ જિલ્લા ખાતે જુલાઈ મહિનામાં ૪.૪૫ લાખ ઘરોના સર્વે દરમિયાન ૬,૭૨૨ ઘરોમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા. જિલ્લામાં ૧૨૦૦ શૈક્ષણિક સહિત ૨૬૦૦ ઉપરાંતના એકમોની તપાસ કરવા સાથે ૧૫૨ વ્યક્તિઓને નોટિસ ફટકારાઈ હતી.

આણંદ જિલ્લાના ૫૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૮ અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ દ્વારા જુલાઈ માસ દરમિયાન ચોમાસાની તુને કારણે વાહક જન્ય રોગો ન ફેલાય તે માટે વિવિધ ટીમ બનાવીને જાહેર, શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૪,૪૫,૨૧૬ ઘરોની તપાસણી કરવા સાથે ૧૪,૩૩,૯૬૪ પાત્રો તપાસવામાં આવ્યા હતા. તે પૈકી ૬,૭૨૨ ઘરોના ૭,૧૨૪ પાત્રોમાંથી પોરા મળી આવ્યા હતા. ૧૦,૮૪૦ પાત્રો નાશ કરી અને ૧૫૮૧ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું અને ૫૬ ઘરો ખાતે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.

ઉપરાંત ૪૮,૬૭૩ વ્યક્તિઓના લોહીના નમુના લઈને તપાસ કરવામાં આવી છે અને ૨૧૨ સ્થળો ખાતે ગપ્પી ફીસ નાખવામાં આવી છે.

ઉપરાંત ૧૨૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ શાળા કોલેજો, ૩૭૭ ધામક સ્થળો, ૧૩૫ જેટલા ઔદ્યોગિક વિસ્તારમાં જીઆઇડીસી ફેક્ટરી, ૨૭૮ સરકારી કચેરીઓ, ૪૫૪ ટાયર ભંગારની દુકાનો, ૬૫ પોલીસ- બસ અને રેલ્વે સ્ટેશન, ૪૧૩ બાંધકામ સાઈડ ખાતે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ પૈકી ૧૫૨ વ્યક્તિઓને નોટિસ આપવામાં આવી છે.

જ્યારે ડેન્ગ્યુ વિરોધી જુલાઈ માસમાં મેલેરિયા જનજાગૃતિ અભિયાન અંતર્ગત ૦૫ રેલી, ૨૬૦ જૂથ ચર્ચા, ૪૨ શિબિર, ૩૦ હજાર જેટલા બેનર પત્રિકાઓનું વિતરણ, ૧૨ પ્રદર્શન અને સોશિયલ મીડિયાના ૫૫૦ જેટલા મેસેજ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here