Sunday, May 19, 2024
Homeએન્ટરટેમેન્ટએન્ટરટેનમેન્ટ : સોશિયલ મીડિયા સ્ટાર અને બ્યૂટી ક્વિનની હત્યા

એન્ટરટેનમેન્ટ : સોશિયલ મીડિયા સ્ટાર અને બ્યૂટી ક્વિનની હત્યા

- Advertisement -

સોશિયલ મીડિયા સ્ટાર અને બ્યૂટી ક્વિનની હત્યા
ગોળી મારી હત્યા કરાતા હડકંપ
ફેશન વર્લ્ડમાં શોકની લહેર

ફેશન વર્લ્ડમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ મિસ ઈક્વાડોર સ્પર્ધક લેન્ડી પર્રાગા ગોયબુરોની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. લેન્ડીનો સોશિયલ મીડિયા પર એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં તે લોસ રિયોસ પ્રાંતમાં સ્થિત એક શહેરના એક રેસ્ટોરન્ટમાં નજર આવી રહી છે. ત્યારે અચાનક કેટલાક હથિયારબંધ લોકો આવ્યા અને તેઓએ લેન્ડીને જાહેરમાં ગોળી મારી દીધી હતી. ગોળી વાગતાં જ તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સમાચાર આવતા જ ફેશન વર્લ્ડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, ઈક્વાડોરની બ્યૂટી લેન્ડી પર્રાગા ગોયબુરોનો સબંધ એક કુખ્યાત ગેંગ લીડર સાથે હતો. 23 વર્ષની નાની ઉંમરે લેન્ડી પર્રાગા ગોયબુરો એક પૂર્વ બ્યૂટી ક્વીન તરીકે ચર્ચામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેના 10 લાખથી વધુ ફોલોઅર્સ હતા. આ ઉપરાંત લેન્ડી પોતાની સ્પોર્ટસવેર લાઈન પણ ચલાવતી હતી. તેમના અચાનક નિધનથી તેમના ચાહકોને મોટો આઘાત લાગ્યો છે. હાલમાં પોલીસ આ હુમલા પાછળ કુખ્યાત ગેંગ અને તેના લીડરની તપાસ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular