NATIONAL : ટ્રમ્પ જો ઈરાનના પાવર-પ્લાંટ પર હુમલો કરશે તો સઉદીઅરબ, યુએઇ, કતાર વ. દેશો ભીંસમાં મૂકાશે

0
22
meetarticle

ઈરાન અમેરિકા યુદ્ધ માત્ર બે દેશો પૂરતું જ ચિંતાજનક નથી રહ્યું પરંતુ ગલ્ફ દેશો માટે પણ ચિંતાજનક બની ગયું છે.

વાસ્તવમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી જ ગલ્ફ દેશો ચિંતામાં પડી ગયા હતા.

બીજી તરફ ઇરાને કહી દીધું છે કે, તે પરમાણુ મુદ્દે (યુરેનિયમ સંવર્ધન મુદ્દે) કોઈ દબાણને વશ થશે નહીં કે કોઈના ડરાવવાથી ડરશે નહીં.

બીજી તરફ ગલ્ફ વિસ્તાર ફરતા રહેલા આરબ દેશોની ‘માખી તેલમાં ડૂબી ગઈ’ છે. તેમને ભય છે કે, જો બુશાયર ન્યુક્લિયર વિદ્યુત પ્લાંટ ઉપર અમેરિકા હુમલો કરશે તો તેમાંથી પ્રસરેલી વિકીરણ ગલ્ફ અને આસપાસના સમુદ્રને પ્રદૂષિત કરી શકશે.આ આરબ દેશો ગલ્ફ અને આસપાસના વિસ્તારમાં સમુદ્રીય જળને શુદ્ધ કરી તેનો પીવાના પાણી તરીકે અને અન્ય બાબતો અંગે ઉપયોગ કરે છે. જો આ પાણી કિરણોત્સર્ગથી પ્રદૂષિત થાય તો તેમાં રહેલી વિકિરણની અસર તો દૂર થાય જ નહીં તેથી પીવાના પાણીની જ ભારે તંગી ઉભી થઈ જાય તેમ છે.

ખાસ ચિંતાગ્રસ્ત બનેલા ગલ્ફ ફરતા રહેલા ‘આરબ દેશો જેવા કે, સઉદી અરબ, યુ.એ.ઇ., કતાર બહેરિન, મસ્કત વગેરે  દેશોના પ્રતિનિધિઓ અમેરિકાના અધિકારીઓને મળ્યા હતા પરંતુ અમેરિકાના અધિકારીઓએ કોઈ સ્પષ્ટ ઉત્તર આપ્યો ન હોવાથી તેઓ હતાશ થઈ ગયા છે.

અત્યારે દુનિયાની નજર તહેરાનથી ૭૫૦ કિ.મી. દૂર રહેલા બુશાયર ન્યુક્લિયર પાવર પ્લાંટ ઉપર છે તે ઇરાનની વિદ્યુત જરૂરિયાતમાં ખાસ આપૂર્તિ તો કરતો જ નથી પરંતુ આ પ્લાંટની નજીક પ્રોજેક્ટાઇલ પડયું હોવાથી ચિંતા વધી ગઈ છે. જો કે, તેથી કૈં ન્યુક્લિયર મટીરિયલમાં લીકેજ થતું નથી પરંતુ જો તેમ થાય તો ગલ્ફ ફરતા રહેલા દેશો ચિંતાગ્રસ્ત છે કારણ કે ત્યાં કુદરતી જળ તો નહીવત છે.

અત્યારે જ ગલ્ફ વિસ્તારમાં ૪૦૦થી વધુ ડીસેલીનેશન પ્લાંટ સક્રિય છે (સમુદ્ર જળની ખારાશ દૂર કરવા માટેના ૪૦૦થી વધુ સંયંત્રો સક્રિય છે જે પર્શિયન ગલ્ફ, રેડ-સી અને અરેબિયન સી-કોસ્ટ પર રહેલા છે.  ૨૦૨૨માં તે સંયંત્રો દ્વારા રોજનું ૬૮ મિલિયન ક્યુબિક મીટર સી-વૉટર શુદ્ધ થઈ રહ્યું છે. તેનું પ્રમાણ ૨૦૩૦ સુધીમાં  બમણું થવા સંભવ છે. અરેબિયન દ્વિપકલ્પ એકલો જ વિશ્વનું કુલ ‘ડીસેલીનેટેડ-વૉટર’ પૈકી ૬૦ ટકા વૉટર બનાવે છે. જ્યારે પર્સિયન ગલ્ફ વિશ્વના કુલ શુદ્ધ જળ બનાવવા પૈકી ૩૦% શુદ્ધ જળ બનાવે છે. આ દેશો તે શુદ્ધીકૃત જળ ઉપર જ જીવે છે તેવામાં જો તે સમુદ્રીય જળ કિરણોત્સર્ગથી પ્રદૂષિત થયેલું સમુદ્રજળ કિરણોત્સર્ગથી પ્રદૂષિત થાય તો તે દેશો ઉપર આફત જ ઉતરે કારણ કે કિરણોત્સર્ગથી પ્રદૂષિત થયેલું સમુદ્રજળ વિશુદ્ધ કરવાની કોઈ ટેક્નિક જ નથી.

ટૂંકમાં ઇરાન યુદ્ધથી માત્ર અમેરિકા- ઇરાન જ ત્રસ્ત નથી પરંતુ જેમને તે યુદ્ધ સાથે કોઈપણ લેવાદેવા નથી તે દેશો પણ ભીંસમાં આવી જાય તેમ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here