NATIONAL : હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST ઍક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ

0
110
meetarticle

સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તનના મામલે એક ઐતિહાસિક અને મહત્ત્વનો ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, ધર્મ પરિવર્તન કર્યા બાદ વ્યક્તિને અનુસૂચિત જાતિ(SC)નો દરજ્જો મળી શકશે નહીં. કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે, જે વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ પણ ધર્મ સ્વીકારે છે, તેને અનુસૂચિત જાતિના સભ્ય ગણી શકાય નહીં. અદાલતે ખાસ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તેને SC/ST ઍક્ટ હેઠળ મળતા રક્ષણ કે લાભનો અધિકાર રહેશે નહીં.

અન્ય ધર્મમાં પરિવર્તન સાથે જ SC દરજ્જો આપોઆપ સમાપ્ત

સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિ પોતાનો મૂળ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તે અનુસૂચિત જાતિ(SC)ના સભ્ય તરીકેનો પોતાનો દરજ્જો ગુમાવે છે. જસ્ટિસ પીકે મિશ્રા અને જસ્ટિસ એ વી અંજારિયાની બેન્ચે આંધ્રપ્રદેશ હાઇકોર્ટના નિર્ણયને યથાવત્ રાખતાં જણાવ્યું હતું કે, જે વ્યક્તિ સક્રિયપણે ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે, તે SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989 હેઠળ રક્ષણ કે અન્ય કોઈ બંધારણીય લાભોનો દાવો કરી શકે નહીં.

અદાલતે ભારપૂર્વક નોંધ્યું હતું કે હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાયના અન્ય કોઈ પણ ધર્મમાં પરિવર્તન કરવાથી અનુસૂચિત જાતિનો દરજ્જો આપોઆપ સમાપ્ત થઈ જાય છે. આ નિર્ણય મુજબ, ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ પોતાની જૂની જ્ઞાતિના આધારે અનામત કે કાયદાકીય સુરક્ષા મેળવવા માટે હકદાર રહેતી નથી. આ ચુકાદો ધર્મ પરિવર્તન અને જ્ઞાતિ આધારિત અધિકારો વચ્ચેની કાયદાકીય સ્થિતિને વધુ સ્પષ્ટ કરે છે.

ધર્મ પરિવર્તન બાદ SC/ST ઍક્ટ હેઠળ રક્ષણ મળવા પાત્ર નથી

સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાની વિગતો મુજબ, કેસનો મુખ્ય પક્ષકાર છેલ્લા 10 વર્ષથી ખ્રિસ્તી ધર્મનું પાલન કરતો હતો અને પાદરી તરીકે રવિવારની પ્રાર્થનાઓ પણ કરાવતો હતો, જે બાબત કોર્ટના રૅરેકોર્ડ પર સાબિત થઈ હતી. આ તથ્યોને આધારે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ ઠેરવ્યું કે, જે વ્યક્તિ લાંબા સમયથી અન્ય ધર્મની પરંપરાઓનું પાલન કરતી હોય, તેને અનુસૂચિત જાતિ (SC)ના સભ્ય માની શકાય નહીં. આથી, આવી વ્યક્તિને SC/ST ઍક્ટ હેઠળ મળતું કાયદાકીય રક્ષણ આપવું ઉચિત નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here