૧૯૯૪માં આવેલી ક્લાસિક ફિલ્મ શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વિન’ના નિર્માતા બોબી બેદીએ ફિલ્મની સીકવલ ‘બેન્ડિટ ક્વિન, એમપી’ની જાહેરાત કરી છે.
આ ફિલ્મનું નિર્દેશન ‘રાત અકેલી હૈ’ નામની સફળ વેબ સીરિઝ નિર્દેશિત કરનારી હની ત્રેહાન કરશે.
બેહમાઇ હત્યાંકાંડની સજા કાપી જેલમાંથી ફૂલનદેવી બહાર આવે છે ત્યાંથી ફિલ્મ શરૂ થશે અને તે પછી લગ્ન, તેણે જીતેલી ત્રણ ચૂંટણીઓ અને ૨૦૦૧માં તેની હત્યા થઇ ત્યાં સુધીની કહાની રજૂ કરવામાં આવશે.

મૂળ ફિલ્મમાં સીમા બિશ્વાસે ફૂલનદેવીની ભૂમિકા ભજવી હતી. નિર્માતા બોબી બેદીએ ૨૦૧૯માં ‘ફૂલનદેવી’ નામની વેબસિરિઝ તિગ્માંશુ ધૂલિયાના નિર્દેશનમાં બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં ફૂલનદેવીની ભૂમિકા ભજવવા માટે તનિષ્ઠા ચેટર્જીની પસંદગી કરાઇ હતી. ફૂલનદેવીની જિંદગીના ઉત્તરાર્ધને રૂપેરી પડદે રજૂ કરવાનો આ બીજો પ્રયાસ છે.
‘બેન્ડિટ ક્વિન’ના નિર્માતા બોબી બેદીએ તેની સીકવલ ‘બેન્ડિટ ક્વિન, એમપી’ની જાહેરાત કરી છે.
હની ત્રેહાન નિર્દેશિત આ ફિલ્મમાં સાંસદ ફૂલન દેવીના જેલમાંથી બહાર આવ્યા પછીના જીવન, લગ્ન, 3 ચૂંટણીઓમાં વિજય અને 2001માં થયેલી હત્યાની કહાણી રજૂ થશે. આ ફિલ્મ મૂળ ફિલ્મના અંતથી શરૂ થશે.

