પશ્ચિમ બંગાળમાં ૧૪૨ બેઠકો માટે ૨૯ એપ્રિલે મતદાન થવાનું છે. બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર સોમવારે સાંજે સમાપ્ત થયો. બુધવારનું મતદાન ચૂંટણીનું પરિણામ અને સત્તાનો માર્ગ નક્કી કરશે.
મમતા બેનર્જીએ તેમના પ્રચારના અંતિમ કલાકો દરમિયાન દક્ષિણ કોલકાતામાં રોડ શો કર્યો હતો. તેમણે સુકાંત સેતુથી ગોપાલનગર ક્રોસિંગ સુધી 6 કિલોમીટરનો રોડ શો ચાલ્યો હતો, જેમાં સમર્થકોની મોટી ભીડ હતી.આ દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેહાલામાં એક જાહેર રેલીમાં કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણી પછી ઓછામાં ઓછા સાત દિવસ સુધી બંગાળમાં કેન્દ્રીય દળો તૈનાત રહેશે.

તેમણે કહ્યું, “૨૯ એપ્રિલે મતદાન કરો. ગુંડાઓથી ડરવાની કોઈ જરૂર નથી. ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. જો ભાજપ સત્તામાં આવે તો પણ, કેન્દ્રીય દળો સાત દિવસ સુધી અહીં રહેશે.”
