પ્રિયંકા ગાંધીએ ગેસ, ફળ, શાકભાજી અને દૈનિક જરૂરિયાતોના વધતા ભાવ અંગે સરકારની આકરી ટીકા કરી છે. તેમણે મહિલાઓ પર મોંઘવારીની સીધી અસરનો ઉલ્લેખ કરી, સરકાર મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે રાજકીય પ્રચારનો આશરો લઈ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.

પેટ્રોલ, ડીઝલ અને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાને લઈને સરકારને ઘેરી મોંઘવારી પર આકરા પ્રહાર કર્યા હતા.
મહિલાઓ પર બોજ: ગેસ, ફળ અને શાકભાજીના ભાવમાં વધારાનો સીધો ભોગ મહિલાઓ બની રહી છે.

ધ્યાન ભટકાવવાનો આરોપ: સરકાર વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા રાજકીય પ્રચાર કરી રહી હોવાનો આક્ષેપ કયો હતો
આ ટીકા ઉપરાંત દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અને સામાન્ય લોકોની મુશ્કેલીઓના સંદર્ભમાં પણ રજૂઆત કરવામાં આવી હતી.

