NATIONAL : બંગાળમાં દાદા રાજ, શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ

0
46
meetarticle

પશ્ચિમ બંગાળને આજે નવા મુખ્યમંત્રી મળ્યા છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે અને તેઓ આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.બંગાળના રાજકારણમાં આજનો દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. રાજ્યમાં પહેલી વાર ભાજપની સરકાર બની છે. . ભવાનીપુરમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવનારા સુભેન્દુ અધિકારી આજે સવારે 11 વાગ્યે બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાજરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ શપથ ગ્રહણ સમારોહનો ભાગ બન્યા છે. પ્રોટોકોલ મુજબ, મમતા બેનર્જીને પણ આ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

મહત્વનું છે કે 8 મેના રોજ, અમિત શાહ કોલકાતા પહોંચ્યા હતા. જ્યાં સુભેન્દુ અધિકારીને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. શાહે પોતે તેમના નામની જાહેરાત કરી. ત્યારબાદ, સુભેન્દુ કોલકાતામાં રાજ્યપાલ આર.એન. રવિને મળ્યા અને ધારાસભ્યોના સમર્થનનો પત્ર રજૂ કર્યો, નવી સરકાર બનાવવાનો દાવો કર્યો. ઉલ્લેખનીય છે કે ભાજપે પશ્ચિમ બંગાળમાં 207 બેઠકો જીતીને જંગી જીત મેળવી. દરમિયાન, ટીએમસી ફક્ત 80 બેઠકો પર સમેટાઈ ગઈ, જેનાથી તેના 15 વર્ષના શાસનનો અંત આવ્યો.

પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીની સાથે, પાંચ અન્ય નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા. જેમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ, અશોક કીર્તાનિયા, ક્ષુદીરામ ટુડુ અને નિસિથ પ્રામાણિકનો સમાવેશ થાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here