પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે અને ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની જાહેરાત કરી છે. 19 એપ્રિલ 2026 ના રોજ તરકેશ્વર (હુગલી) માં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે પીએમ મોદી પર ‘સરકારી મશીનરીનો દુરુપયોગ’ કરવાનો આરોપ લગાવ્યો હતો

મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે મહિલા અનામત બિલ (Constitution 131st Amendment Bill, 2026) અંગે વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન ભાજપ માટે એક ‘ગેરકાયદેસર પ્રચાર’ (Illegal Campaign) હતું.
ભાષણને ‘કાયરતાપૂર્ણ’ ગણાવ્યું: મમતાએ પીએમના ભાષણને “કાયરતાપૂર્ણ, દંભી અને બેમોઢાવાળું” ગણાવીને કહ્યું કે, “તમે (PM) સરકારી મશીનરીનો રાજકીય પ્રચાર માટે દુરુપયોગ કર્યો છે. અમે તેની નિંદા કરીએ છીએ અને ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું”.
તેમણે પીએમને સંબોધીને કહ્યું કે, “આગામી વખતે જ્યારે તમે દેશને સંબોધિત કરો, ત્યારે સંસદના ગૃહમાંથી કરવાની હિંમત રાખો, જ્યાં તમે તપાસ, પડકાર અને જવાબદારીને પાત્ર છો”.બંગાળમાં બહારના વ્યક્તિ: મમતા બેનર્જીએ પીએમ મોદીને ‘બંગાળમાં બહારના વ્યક્તિ’ (Outsider) ગણાવ્યા અને કટાક્ષ કર્યો કે જો તેઓ તમામ 294 બેઠકો પર ભાજપના ઉમેદવાર છે, તો તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએવ કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે અને ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની જાહેરાત કરી છે

