NATIONAL : મેટા ઝકરબર્ગનો એઆઈ પાવર્ડ 3-ડી ડિજિટલ ક્લોન બનાવી રહી છે

0
15
meetarticle

ટેક કંપની મેટા એક નવો અને અનોખો પ્રયોગ કરી રહી છે. કંપની પોતાના સીઈઓ માર્ક ઝકરબર્ગનું એઆઈ આધારિત ૩ડી ડિજિટલ ક્લોન બનાવી રહી છે. આ ક્લોન કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરી શકશે.

રિપોર્ટ મુજબ, આ એઆઈ વર્ઝન કર્મચારીઓના પ્રશ્નોના જવાબ આપશે, તેમને સલાહ આપશે અને સીઈઓ સાથે વાતચીત કરવાનો અનુભવ આપશે. તેનો મુખ્ય હેતુ છે કે, મોટી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ટોચના નેતૃત્વ સાથે વધુ જોડાયેલા અનુભવે.આ માત્ર સામાન્ય ચેટબોટ નહીં હોય. 

આ એઆઈને ઝકરબર્ગના અવાજ, બોલવાની સ્ટાઇલ, વિચારવાની રીત અને નિર્ણય લેવાની સ્ટાઈલ પ્રમાણે ટ્રેઈન કરવામાં આવી રહ્યું છે. 

ઝકરબર્ગ પોતે પણ આ પ્રોજેક્ટમાં સામેલ છે.

આ પ્રોજેક્ટ મેટાની નવી એઆઈ પોલિસીનો ભાગ છે. કંપની ઈચ્છે છે કે તેના કર્મચારીઓ રોજિંદા કામમાં એઆઈનો વધુ ઉપયોગ કરે. જે માટે તેઓ નવી ટૂલ્સ પણ બનાવી રહ્યા છે.જો આ પ્રયોગ સફળ થશે, તો ભવિષ્યમાં કર્મચારીઓ માટે સીઈઓ સુધી પહોંચવું ખૂબ સરળ બની જશે. તેઓ કોઈ પણ સમયે એઆઈ મારફતે સીઈઓ સાથે વાતચીત કરી શકશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here