NATIONAL : હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની ગાર્ડે ભારતીય ધ્વજવાળા જહાજ પર કર્યો હુમલો

0
15
meetarticle

મળતી માહિતી મુજબ આ જહાજોમાં એક ભારતીય ધ્વજવાળું સુપર ટૅન્કર પણ સામેલ છે, જે ઈરાકી તેલના લગભગ 20 લાખ બેરલ લઈને આગળ વધી રહ્યું હતું. આ ટૅન્કર વિશ્વના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ તેલ પરિવહન માર્ગમાંથી પસાર થઈ રહ્યું હતું.

હોર્મુઝમાં વધતા તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર પર તેની સીધી અસર જોવા મળી રહી છે. તાજેતરની ઘટનાઓ અનુસાર, ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા ફાયરિંગની માહિતી બાદ બે ભારતીય જહાજોએ પોતાનો રસ્તો બદલવો પડ્યો છે. આ ઘટનાએ વૈશ્વિક તેલ પરિવહન માર્ગોની સુરક્ષા અંગે ફરી ચિંતા વધારી છે. એક ભારતીય પર ફાયરિંગ થયું છે. 

જહાજોમાં એક ભારતીય ધ્વજવાળું સુપર ટૅન્કર પણ સામેલ

મળતી માહિતી મુજબ આ જહાજોમાં એક ભારતીય ધ્વજવાળું સુપર ટૅન્કર પણ સામેલ છે, જે ઈરાકી તેલના લગભગ 20 લાખ બેરલ લઈને આગળ વધી રહ્યું હતું. આ ટૅન્કર વિશ્વના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ તેલ પરિવહન માર્ગમાંથી પસાર થઈ રહ્યું હતું. બીજી તરફ, બ્રિટિશ મરીટાઈમ સિક્યુરિટી એજન્સી અને યુકે મેરિટાઈમ ટ્રેડ ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડની બે ગનબોટ્સે હોર્મુઝ જલડમરૂધ્રથી પસાર થતા એક અન્ય ટૅન્કર પર ગોળીબાર કર્યો હતો.

7 અઠવાડિયાથી તણાવ ચાલી રહ્યો છે

જોકે સદભાગ્યે, જહાજ અને તેમાં સવાર તમામ ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે. હાલ સુધી જહાજની ઓળખ અને તેની અંતિમ ગંતવ્ય અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઈરાન તરફથી જણાવાયું છે કે અમેરિકાની નીતિઓ અને પ્રતિબંધોના જવાબમાં તેણે હોર્મુઝ જલડમરૂધ્રમાં કેટલાક નિયંત્રણો ફરીથી લાગુ કર્યા છે. છેલ્લા 7 અઠવાડિયાથી ચાલી રહેલા તણાવ દરમિયાન ઈરાન માત્ર તેની મંજૂરી ધરાવતા જહાજોને જ આ મહત્વપૂર્ણ માર્ગથી પસાર થવા દે છે. આ પરિસ્થિતિએ આંતરરાષ્ટ્રીય તેલ પુરવઠા ચેન અને વૈશ્વિક બજારોમાં ચિંતા વધારી છે, કારણ કે વિશ્વના મોટા ભાગનું ક્રૂડ ઓઈલ આ જ માર્ગથી પસાર થાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here