NATIONAL : RSS પ્રમુખ મોહન ભાગવતના સ્ક્વેર ગાર્ડનમાં કાર્યક્રમ મુદ્દે અમેરિકામાં રાજકારણ ગરમાયું

0
7
meetarticle

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષે દેશ વિદેશમાં અનેક કાર્યક્રમનો આયોજન થઈ રહ્યું છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત હાલ અમેરિકામાં છે જ્યાં આ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરશે. જો કે તે પહેલા જ વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ પણ કહ્યું કે તેઓ મોહન ભાગવતના કાર્યક્રમનો વિરોધ કરે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના શતાબ્દી વર્ષ નિમિત્તે વૈશ્વિક સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સંઘ પ્રમુખ મોહન ભાગવત હાલ અમેરિકામાં છે. અહીં 29 ઓગસ્ટના રોજ તેઓ ન્યૂયોર્કના ખ્યાતનામ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં આયોજિત કાર્યક્રમ યુનિવર્સલ વનનેસમાં આશરે 5000 પ્રવાસી ભારતીયોને સંબોધિત કરશે. જો કે આ કાર્યક્રમ સામે અમેરિકામાં રાજકીય રોટલા શેકાવાના શરૂ થયા છે.

મમદાનીએ કર્યો વિરોધ
ન્યૂયોર્ક શહેરના પ્રથમ ભારતીય અમેરિકી મેયર ઝોહરાન મમદાનીએ મંગળવારે આ કાર્યક્રમના આયોજન પર વાંધો પાડ્યો. એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં આયોજિત સંઘ પ્રમુખનો કાર્યક્રમ રદ થવો જોઈએ તો તેમણે જવાબ આપ્યો કે હું આ રેલીનું સમર્થન કરતો નથી, પરંતુ મને એ ખબર નથી કે કોઈ ખાનગી કાર્યક્રમને રદ કરવાનો અધિકાર શહેર પાસે છે કે નહીં. 

મેયર મમદાનીએ વધુમાં કહ્યું કે, હું અહીં શહેરના ઈતિહાસના પહેલા  ભારતીય અમેરિકી મેયર તરીકે ઊભો છું. મારી માતાનો આખો પરિવાર આજે પણ ભારતમાં રહે છે જે ભારત વિશે મને મારા પરિવારે જણાવ્યું છે અને જેને જોઈને હું મોટો થયો છું તે એક બહુલવાદી સમાજ અને એક એવો ધર્મનિરપેક્ષ દેશ છે જે દરેક ભારતીય નાગરિકની ભાગીદારી પર વિશ્વાસ ધરાવે છે. 

તેમણે વધુમાં કહ્યું કે કોઈ પણ દેશમાં બહિષ્કાર અને ભેદભાવની ભાવના પર આધારિત આંદોલનનો વધવા એ ખુબ ચિંતાજનક છે. એક ભારતીય અમેરિકી હોવાના નાતે જ નહીં પરંતુ એક એવા શહેરના મેયર તરીકે પણ આ પ્રકારની વિચારધારાનો વિરોધ કરે છે જે દરેક ધર્મ, રંગ અને જાતિના વ્યક્તિના અસ્તિત્વ અને અધિકારોનું સન્માન કરે છે. 

આ સંગઠનોએ  કર્યો વિરોધ
ભાગવતના આ કાર્યક્રમનો વિરોધ ફક્ત રાજકીય રીતે નહીં પરંતુ હિન્દુઝ ફોર હ્યુમન રાઈટ્સ, ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ અને ઈન્ટરફેથ સેન્ટર ઓફ ન્યૂયોર્ક જેવા અનેક નાગરિક સંગઠનોએ પણ વિરોધ કરતા ન્યૂયોર્ક સિટી હોલની બહાર પ્રદર્શન કર્યું. આ સંગઠનોએ મેડિસ સ્ક્વેર ગાર્ડન પ્રશાસનને આ આયોજનને રદ કરવાની માંગ કરી છે. 

શું કહેવું છે આયોજકનું
બીજી બાજુ મોહન ભાગવતની આ  યાત્રાના આયોજક અહેડ  ફોરમે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું કે યુનિવર્સલ વનનેસ કાર્યક્રમનો હેતુ આખી દુનિયાને એકજૂથ કરવાનો છે. સંગઠને લખ્યુ કે આ આયોજનનો શાશ્વત અને સાર્વભૌમિક સંદેશ વસુધૈવ કુટુંબકમ છે. આ  કાર્યક્રમ લોકોને  કૃત્રિમ વિભાજનો અને મતભેદોથી ઉપર ઉઠીને આપસી સન્માન, સદભાવ અને એકજૂથતાની ભાવનાને અપનાવવાનું આહ્વાન કરે છે. અત્રે જણાવવાનું કે મોહન ભાગવતનો આ પ્રવાસ સંઘના 100 વર્ષ પૂરા થવા પર આયોજિત આંતરરાષ્ટ્રીય આઉટરીચ કાર્યક્રમનો એક ભાગ છે. જે હેઠળ અમેરિકા બાદ કેનેડા અને બ્રિટનનો પ્રવાસ પણ તેઓ કરશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here