રામોલ વિસ્તારમાં જુગારીઓનો નવો કિમીયો સામે આવ્યો છે. જુગાર રમવા માટે રૂપિયાના બદલામાં વિઝીટીંગ કાર્ડનો ઉપયોગ થતો હતો. રામોલના પરિશીખર એસ્ટેટના શેડ નંબર 37માં જુગાર રમાતો હતો. રામોલ પોલીસે કુલ 1500 વિઝીટીંગ કાર્ડ સાથે 6 જુગારીઓને ઝડપી લીધા છે. 1 વિઝીટીંગ કાર્ડની કિંમત રૂ 10 નક્કી કરી જુગાાર રમતા હતાં. રામોલ પોલીસે આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શ્રાવણ મહિનામાં જુગારીઓ સક્રિય થતા હયો છે. જુગારીઓ અવનવા કિમીયાઓનો સહારો લેતા હોય છે. તેવો જ કિસ્સો રામોલમાંથી સામે આવ્યો છે. અહિં વિઝીટીંગ કાર્ડના આધારે રમાતા જુગાર પર પોલીસે દરોડા પાડ્યા હતા. અહીંયા પૈસા નહીં પણ કાર્ડ આપીને જુગાર રમાડવમાં આવતો હતો. હમણાં થોડા દિવસો પહેલા રાજકોટમાં પણ એક અલગ કિસ્સો સામે આવ્યો હતો.
રૂપિયાના બદલામાં વિઝીટીંગ કાર્ડનો ઉપયોગ
રામોલ પોલીસે વિઝીટીંગ કાર્ડનો ઉપયોગ કરી રમાતા જુગાર પર દરોડા કરી આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે કુલ 1500 વિઝીટીંગ કાર્ડ સાથે 6 જુગારીઓને ઝડપી લીધા છે. 1 વિઝીટીંગ કાર્ડની કિંમત રૂ 10 નક્કી કરી જુગાાર રમતા હતાં. પોલીસે તમામ જુગારીઓની ધરપડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


