છોટાઉદેપુર એસ.ટી. વિભાગ દ્વારા નવા બસ રૂટની શરૂઆત કરવામાં આવી છે, જે છોટાઉદેપુરથી વલસાડ સુધી મુસાફરી કરશે. આજે આ નવી બસ સેવા પાવી-જેતપુર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા દ્વારા લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી.
બસને રવાના કરવાના પ્રસંગે એસ.ટી. ડેપોના અધિકારીઓ, ડ્રાઈવર, કંડકટર તેમજ અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. બસ રૂટ શરૂ થવાથી છોટાઉદેપુર અને વલસાડ વચ્ચેની મુસાફરી વધુ સરળ અને સુલભ બનશે. આ સેવા સ્થાનિક મુસાફરો માટે અત્યંત ઉપયોગી બની રહેશે.
આ પ્રસંગે વિવિધ આગેવાનો અને ગ્રામજનોની હાજરી પણ રહી હતી અને સૌએ નવી બસ સેવા માટે હર્ષ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : રફાકત ખત્રી બોડેલી


