NATIONAL : આજે લોકસભામાં રજૂ થશે નવું આવકવેરા બિલ, શું શું બદલાશે? નાણા મંત્રી જણાવશે

0
62
meetarticle

સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આજે લોકસભામાં નવું આવકવેરા બિલ રજૂ થશે. નાણામંત્રી આ બિલમાં શું શું ફેરફાર થયા છે તે વિશે વિગતવાર જણાવશે.

એક તરફ વિપક્ષ મતદાનના ગોટાળાને લઈને લડી લેવાના મૂડમાં છે ત્યારે આજે ચોમાસા સત્ર દરમિયાન લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં પસંદગી સંમિતિ દ્વારા મંજૂર કરાયેલ નવું આવકવેરા બિલ રજૂ કરશે.

પસંદગી સમિતિએ સૂચનો આપ્યા

કેન્દ્ર સરકારે 13 ફેબ્રુઆરી 2025ના રોજ લોકસભામાં આવકવેરા બિલ 2025 રજૂ કર્યું હતું. જે કેન્દ્ર સરકારે પાછું ખેંચ્યુ હતું. આ પછી બિલને પસંદગી સિમિત પાસે મોકલવામાં આવ્યું હતું. આ માટે ભાજપના સાંસદ બૈજયંત પાંડાની આગેવાની હેઠળ 31 સભ્યોની પસંદગી સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ બિલની તપાસ કરીને 285 સૂચનો આપ્યા છે. આ ઉપરાંત સમિતિએ 21 જુલાઈ 2025ના રોજ લોકસભામાં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો.

નવા આવકવેરા બિલમાં શું શું બદલાશે?

સરળ આવકવેરા બિલ, જે 1961ના આવકવેરા કાયદાના લગભગ અડધા કદનું છે, લોકસભામાં રજૂ થનાર નવા બિલમાં કુલ શબ્દોની સંખ્યા 2.6 લાખ શબ્દો કરવામાં આવી છે, જે વર્તમાન આવકવેરા કાયદાના 5.12 લાખ શબ્દો કરતા ઘણી ઓછી છે. તેમાં કલમોની સંખ્યા 536 છે, જ્યારે વર્તમાન કાયદામાં 819 કલમો છે.

એસેસમેન્ટ વર્ષ નહીં, હવે ટેક્સ વર્ષ

નવા Tax Bill-2025માં 1200 જોગવાઈઓ અને 900 સ્પષ્ટતાઓ દૂર કરવામાં આવી છે. બીજો મોટો ફેરફાર એ છે કે ટેક્સપેયર માટે આ બિલ અત્યાર સુધી અપનાવવામાં આવેલા ‘એસેસમેન્ટ વર્ષ’ અને ‘પ્રીવિયસ વર્ષ’ની અવધારણાને એક યૂનિફાઈડ ‘ટેક્સ વર્ષ એટલે કે કર વર્ષ’ સાથે બદલવાનો પ્રસ્તાવ છે. નોંધનીય છે કે, પાછલા વર્ષની આવક પર કર ચુકવણી એસેસમેન્ટ વર્ષમાં કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 2023-24માં કમાયેલી આવક પર 2024-25માં કર લગાવવામાં આવે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here