Sunday, April 28, 2024
Homeકોરોનાને કારણે હાલ વાઇબ્રન્ટ સમિટ યોજવા અંગે કોઇ વિચાર નહીં : રૂપાણી
Array

કોરોનાને કારણે હાલ વાઇબ્રન્ટ સમિટ યોજવા અંગે કોઇ વિચાર નહીં : રૂપાણી

- Advertisement -

દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આગામી વર્ષે યોજાશે કે નહીં તે અંગે મોટી અસમંજસ છે. આ વખતની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જાન્યુઆરી 2021માં યોજાવાની હતી પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમ જણાવ્યું કે હાલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન અંગે કોઇ વિચાર નથી. આમ, આ બાબતને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ નહીં યોજાય તે રીતે જોવામાં આવી રહી છે. જો આમ બને તો કોરોના સંક્રમણને કારણે 2003થી સતત યોજાતી રહેતી આ સમિટ પહેલીવાર નહીં યોજાય.

ગુજરાત સરકારના એક ખૂબ ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ન યોજવા અંગે સરકારના મંત્રીઓ કે અધિકારીઓ સાથે કોઇ ચર્ચા કરી નથી. આથી મુખ્યમંત્રી વાઇબ્રન્ટ સમિટનું આયોજન નથી કરવા માંગતા તેવું અર્થઘટન કરવું મુશ્કેલ છે. આ તરફ રાજ્ય સરકાના અન્ય એક ખૂબ ઉપરી અધિકારીએ જણાવ્યું કે લગભગ આગામી વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ નહીં જ યોજાય. આ સમિટના આયોજન માટે ખૂબ તૈયારી કરવી પડે છે, હજુ સુધી કાંઇ તૈયારી થઈ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular