Saturday, April 27, 2024
Homeવિસનગર અને ગોઝારિયા રોડથી દોઢ લાખનો દારૂ જપ્ત
Array

વિસનગર અને ગોઝારિયા રોડથી દોઢ લાખનો દારૂ જપ્ત

- Advertisement -

વિસનગર – ગોઝારિયા: રોડ પરથી દોઢ લાખનો વિદેશી દારૂ પોલીસે ઝડપી લીધો હતો. જોકે, બંને આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસે દારૂ અને ગાડી કબજે લઇ ગુનો નોંધ્યો છે.  વિસનગર શહેર પોલીસને કમાણા ચાર રસ્તા તરફથી સફેદ કલરની ગાડી વિદેશી દારૂ અને બિયર ભરીને આવતી હોવાની બાતમી આધારે કડા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. જ્યાં સામેથી આવી રહેલ કાર (જીજે 01 આરબી 3407) શંકાસ્પદ લાગતાં પોલીસે તેને આડશ કરી રોકવા જતાં ચાલકે ભગાવી મુકતાં પીછો કરતાં ચાલક રસ્તામાં ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. ગાડી તપાસતાં અંદરથી 139 બોટલ વિદેશી દારૂ અને 160 ટીન બિયર મળી આવ્યો હતો. પોલીસે રૂ.54015નો દારૂ અને ગાડી કબજે લઇ ફરાર કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

રૂ.3.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

વસઇ પીએસઆઇ એમ.બી. વાઘેલા અને સ્ટાફ દ્વારા વોચ ગોઠવતાં અહીંથી પસાર થયેલી કાર (જીજે 13 સીસી 4053)ને અટકાવી તપાસ કરતાં તેમાં દારૂ જણાયો હતો. જેમાંથી પોલીસે રૂ.98,934ની કિંમતનો વિદેશી દારૂ, કાર, 2 મોબાઇલ મળી રૂ.3.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વસઇ પોલીસે  ફરાર કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular