Sunday, May 19, 2024
Homeગુજરાતપાનવડ : છોટા ઉદેપુરમાં ગુડાના ધોરણ 7 પાસ યુવકે બાઈકના સ્પેરપાર્ટ્સમાંથી ટ્રેક્ટર...

પાનવડ : છોટા ઉદેપુરમાં ગુડાના ધોરણ 7 પાસ યુવકે બાઈકના સ્પેરપાર્ટ્સમાંથી ટ્રેક્ટર બનાવ્યું

- Advertisement -

છોટાઉદેપુર જિલ્લાના ગુડા ગામના ધો.7 પાસ નંદુએ હીરો હોન્ડા કંપનીની બાઈકના એન્જિન ઉપર ટ્રેક્ટર બનાવી ઓટોમોબાઇલ એન્જિનિયર તરીકે નામના મેળવી છે.

 

 

છોટાઉદેપુર જિલ્લા તેમજ તાલુકાની વીરપુર ગ્રામ પંચાયતમાં આવેલ એક નાનકડા ગુડા ગામનો રહેવાસી નંદુ નાયકા દ્વારા માત્ર ધોરણ 7 સુધીના અભ્યાસ હોવા છતાં તેમ જ કોઈપણ તાલીમી અભ્યાસ ન કર્યો હોવા છતાં હીરા હોન્ડા કંપનીની પોતાની જૂની મોટરસાયકલના સ્પેરપાર્ટનો ઉપયોગ કરી પોતાના ખેતરના કામે જરૂરી હોય તેવા ટ્રેક્ટરની રચના કરી વિસ્તારના લોકોને અચંબામાં મૂકી દીધા છે. તો માં અને બાપ, ગ્રામજનો અને તેના ગુરુ નન્દુની આ સિદ્ધિને જોઈ ગૌરવની સાથે સાથે તેના ઉજ્જવલ ભવિષ્યની મનોકામના સેવી રહ્યા છે.

છોટાઉદેપુર મુખ્ય મથકથી 20થી 25 કિલોમીટરના અંતરે આવેલું વીરપુર ગ્રામ પંચાયતના એક નાના ગામમાં રહેતો ગરીબ પરિવારમાં નંદુનો જન્મ થયો હતો. નંદુના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે વધુ અભ્યાસ કરવાની તેને તક મળી શકી ના હતી. પરંતુ ગ્રામજનોના કહેવા પ્રમાણે તેને નાનપણથી જ ટ્રેક્ટર બનાવવા માટેનું સપનું હતું. માટે નંદુ નાના રમકડામાં પણ એસેમ્બલ બનાવતો હતો. અને તેને ઓટોમોબાઇલની કામગીરીમાં અંગત રસ રહ્યો છે.

મોટી ઉંમર થતાં તેના અનેક પ્રયત્નો બાદ આખરે તેને પોતાના સ્વપ્ન સાકાર કરવાનો અવસર મળી આવ્યો છે. અને નંદુએ આખરે ટ્રેક્ટર બનાવી પોતાનો સંકલ્પ પૂરો કર્યો છે.નંદુ સાથેની રૂબરૂ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેના બનાવેલ ટ્રેક્ટરમાં હજી અપડેટ કરવાનો છે. તેમાં રિવર્સ ગેર સહીત ખેતી લગતી કામગીરીની મશીનરી બનાવવા ઉપર હાલ તેની કામગીરી કાર્યરત છે. જોકે નંદુએ પોતાના ટેક્ટરમાં એક નામાંકિત કંપની ગ્રાહકને જે સુવિધા પૂરી પાડે છે. જેવીકે હેડલાઇટ ઇન્ડિકેટર, મોબાઈલ ચાર્જિંગ, ઓડિયો ટેપ વગેરે જેવી તમામ સુવિધા આપવાનો સફળ પ્રયાસ કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular