Wednesday, May 1, 2024
Homeટોપ ન્યૂઝPM મોદીએ રામ મંદિર પર ટપાલ ટિકિટ બહાર પાડી

PM મોદીએ રામ મંદિર પર ટપાલ ટિકિટ બહાર પાડી

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પડી છે.સાથે વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરીલી ટિકિટોની એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું. વડાપ્રધાને કુલ છ ટપાલ ટિકિટ બહાર પાડી, જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, હનુમાન, જટાયું, કેવટરાજ અને માતા શબરીનો સમાવેશ થાય છે. 48 પાનાના પુસ્તકમાં અમેરિકા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, કેનેડા, કંબોડિયા અને સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનો સહિત 20થી વધુ દેશો દ્વારા જાહેર કરાયેલ ટપાલ ટિકિટોનો સમાવેશ થાય છે.

આ અવસરે સંબોધનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ ટપાલ ટિકિટ આવનારી પેઢી સુધી વિચારો, ઈતિહાસ અને ઐતિહાસિક પ્રસંગો પહોંચાડવાનું માધ્યમ પણ છે. જ્યારે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવે છે, જ્યારે કોઈ તેને મોકલે છે, ત્યારે તે માત્ર એક પત્ર જ નહીં, પરંતુ પત્ર દ્વારા અન્ય લોકો સુધી ઈતિહાસનો એક ભાગ પણ પહોંચાડે છે. આ માત્ર કાગળનો ટુકડો નથી, તે ઈતિહાસના પુસ્તકોમાંથી આંકડાઓ અને ઐતિહાસિક ક્ષણોનું નાનું રૂપ છે. યુવા પેઢી પણ તેમની પાસેથી ઘણું જાણવા અને શીખે છે. આ ટિકિટોમાં રામ મંદિરની ભવ્ય તસવીર છે.

અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે રામલલાની મૂર્તિ આખરે રામ મંદિર પરિસરમાં પહોંચી ગઈ છે. બુધવારે રાત્રે રામલલાની મૂર્તિને ક્રેનની મદદથી રામ મંદિર પરિસરની અંદર લઈ જવામાં આવી હતી. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તેમનું આસન પણ તૈયાર કરી દેવાયું છે. રામલલાનું આસન 3.4 ફૂટ ઊંચું છે, જે મકરાણા પથ્થરથી બનેલું છે. આ પહેલા રામ મંદિર પરિસરમાં રામલલાની પ્રતિકાત્મક પ્રતિમાને ભ્રમણ કરાવાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular