GUJARAT : પીએમ કિસાન ઉત્સવ દિવસથી તાલુકા કક્ષાની ઉજવણી એપીએમસી હોલ જંબુસર ખાતે કરવામાં આવી

0
90
meetarticle

પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા 1118 કરોડથી વધુની વીસમા હપ્તા સ્વરૂપે સહાય વિતરણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી વારાણસી ખાતે કરાયું,જે અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી જંબુસર એપીએમસી હોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ અને જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જંબુસર તાલુકાના 41687 લાભાર્થી ખેડૂત મિત્રોના ખાતામાં આઠ કરોડ ઉપરાંતની રકમ જમા થશે.આ ઉપરાંત રોટવેટર ઘટકના પૂર્વ મંજૂરી હુકમનું વિતરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.


પીએમ કિસાન ઉત્સવ દિવસ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા તાલુકા મથકોએ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જંબુસર તાલુકાના એપીએમસી હોલ ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને તથા તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેતીવાડી શાખા તાલુકા પંચાયત કચેરી જંબુસર દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી,કિસાન મોરચા કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ પટેલ, એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ પરમાર,રામસિંહ સિંધા, અગ્રણી બળવંતસિંહ પઢિયાર, જયેશભાઈ પરમાર, મુન્નાભાઈ, બાલુભાઈ ગોહિલ, વિસ્તરણ અધિકારી હર્ષિત દયાલ, બાગાયત અધિકારી ભાવિશાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયું અને લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ પ્રસંગે ડી કે સ્વામીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા વારાણસી થી પીએમ કિસાન યોજનાનો લાભાર્થીઓને 20 મો હપ્તો રિલીઝ કરવા અંગેનો જે કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે,અને આ દિવસને પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી દ્વારા 9 કરોડ ઉપરાંત ખેડૂત લાભાર્થીના ખાતામાં 20 કરોડ ઉપરાંતની રકમ ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવશે જે બદલ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અને પીએમ કિસાન યોજના ની સવિસ્તાર માહિતી આપી,જંબુસર તાલુકાના 41,687 ખેડૂત લાભાર્થીને 8 કરોડ ઉપરાંતની રકમ જે તે લાભાર્થીના ખાતામાં જમા થશે તે બદલ ખુશી વ્યક્ત કરી, માનનીય વડાપ્રધાન વિકસિત ભારતનું જે લક્ષ રાખ્યું છે,પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે,તે માટે ખેડૂતોને પ્રેક્ટીકલ જ્ઞાન માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવી વિકાસલક્ષી કામગીરી વર્ણવી હતી. આ સહિત રોટાવેટર ઘટકના પૂર્વ મંજૂરી હુકમ નું વિતરણ ધારાસભ્ય ડી કે સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બીટીએમ આત્મા રંગુભાઈ મકવાણા, જીતેશભાઈ રાઠવા સહિત તમામ ગ્રામસેવકો,ધરતી પુત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here