Sunday, May 19, 2024
HomeગુજરાતGUJARAT: ભાવનગરમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલ કરતા 3 શખ્સોને પોલીસે દબોચ્યાં....

GUJARAT: ભાવનગરમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલ કરતા 3 શખ્સોને પોલીસે દબોચ્યાં….

- Advertisement -

ભાવનગરમાં બોરતળાવ પોલીસ દ્વારા રાંધણ ગેસના રિફિલની ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે,આ ગેંગ પાસેથી પોલીસે છ ગેસના રિફિલ જપ્ત કર્યા છે,રાંધણ ગેસની બોટલની જે લોકોને જરૂરિયાત હોય તે લોકોને આ ગેસ બોટલ આપવામાં આવતી હતી અને ઉંચું વળતર લેવામાં આવતું હતું,બોરતળાવ પોલીસે વધુ પૂછપરછ હાથધરી છે.તો આ પૂછપરછમાં અનેક ખુલાસા તો અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવી શકે તેવી શકયતા છે.

બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીને આધારે હરેશભાઇ ઉર્ફે વિજય ભુપતભાઈ રાઠોડ,વિપુલભાઈ જીવરાજભાઈ જાદવ અને મહેશભાઈ વજુભાઈ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યાં છે,આ શખ્સો ઘરના ફળિયામાં પડેલ ગેસના રિફિલની ચોરી કરી ને 3000 રૂપિયામાં આગળ વેચી દેતા હોવાનું સામે આવ્યું છે,હાદાનગર વિસ્તારમાંથી પોલીસે ગેસ રિફિલ કરતી સાધન સામગ્રી અને બાઈક પણ જપ્ત કર્યું છે.પોલીસે પૂછપરછ કરતા શખ્સોએ જણાવ્યું કે છેલ્લા લાંબા સમયથી આ રીતે ગેસ રિફિલની ચોરી કરી વેચતા હતા.

ભરૂચ દહેજ નજીક આવેલાં જોલવા ગામના ગેટ નંબર પાસે પીરૂજી ગેસ નામની દુકાન ચલાવતો શખ્સ ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતો હોવાની ચોક્કસ બાતમી દહેજ પોલીસને મળી હતી. જેના પગલે તેમણે ટીમ સાથે સ્થળ પર દરોડો પાડતાં દુકાન સંચાલક કમલેશ કલાલતેની દુકાનમાં એક બોટલમાંથી બીજી બોટલમાં કોઇ દુર્ઘટના સર્જાય તે રીતે ગેસ રિફિલ કરતો હોવાનું સામે આવ્યું હતું,પોલીસે તેની દુકાનમાંથી 14 કિલોની કોમર્શિયલ ગેસની 2 તથા 19 કિલોની એક તેમજ 5 કિલોના એક મળી કુલ બોટલ જપ્ત કરી હતી. કમલેશ કલાલ 19 લિટરના ગેસના બોટલમાં વાલ્વ તથા પાઇપ લગાવી 5 કિલોની બોટલમાં ભરતો હતો.

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular