Tuesday, May 21, 2024
HomeવિદેશWORLD: ટોરેન્ટોમાં બૈશાખી ઉત્સવના દિને ખાલીસ્તાન તરફી નારા

WORLD: ટોરેન્ટોમાં બૈશાખી ઉત્સવના દિને ખાલીસ્તાન તરફી નારા

- Advertisement -

શિખ સમાજ દ્વારા પંજાબના મહાપર્વ બૈશાખીની ઉજવણી સમયે ખાલીસ્તાન તરફી નારા લગાવવામાં આવ્યા હતા. બૈશાખીનો દિવસ ખાલીસ્તાનવાદી શિખો ખાલીસ્તાન દિવસ તરીકે ઉજવે છે. આ ઉજવણી સમયે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ આપેલા તેમના ટૂંકા વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કેનેડામાં શીખોના અધિકારોનું સંપૂર્ણ રીતે જતન કરવામાં આવશે. કોઈ પણ ભોગે કેનેડાની સરકાર શિખોના અધિકારો અને તેમના સ્વાતંત્ર્યનું રક્ષણ કરશે જ.

આ ઉજવણી સમયે કેનેડાની કોન્ઝોર્ટિવ પાર્ટી (ટોરી પાર્ટી)ના નેતા પીરે પોઈલીએવર ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એન.ડી.પી.)ના નેતા જગમીત સિંઘ અને ટોરેન્ટોના મેયર એલિવિયા ચાઉ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત હતાં.બૈશાખીનો દિવસ ખાલીસ્તાનવાદીઓ ‘ખાલસા દિવસ’ તરીકે ઉજવે છે. આ દિવસ શિખોનો બળ-વર્ષ-દિવસ પણ છે.આ સમયે ટ્રુડોએ આપેલા પ્રવચનમાં તેઓએ કહ્યું, કેનેડાની સૌથી પ્રબળ તાકાત પૈકીની એક મહત્વની તેની તાકાત છે બહુવિધતા, તે યાદ રાખવું જોઈએ. આપણે તે કારણસર જ અહીં મળ્યા છીએ. આપણી વચ્ચે મતભેદો હોવા છતાં આપણી એકતા અક્ષુણ્ણ રહી છે તે જ આપણી સૌથી મોટી તાકાત છે. તેઓએ આ મેસેજ તેમના X હેન્ડલ ઉપર પણ મુક્યો હતો. કેનેડામાં આશરે ૮ લાખથી પણ વધુ શિખો રહે છે. તેઓ તેમની વિરાસત લઈને આવ્યા છે. તેનું રક્ષણ કોઈપણ ભેદભાવ વગર કરવામાં આવશે.’તેઓએ વધુમાં કહ્યું, તમોએ કોઈ પણ ભય વિના તમારા ધર્મને અનુસરવાનો અહીં પૂરો અધિકાર છે. તે કેનેડાના સંવિધાન દ્વારા આપવામાં આવ્યો છે. અમે હંમેશા તમારા પડખે ઉભા જ રહીશું. આટલું અંગ્રેજીમાં કહી ટ્રુડોએ કહ્યું : ‘શુભ બૈશાખી, વાહે ગુરૂજીકા ખાલસા, વાહે ગુરૂજી કી ફત્તેહ.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular