Thursday, May 2, 2024
HomeગુજરાતGUJARAT: રફતારના રાક્ષસ તથ્ય પટેલનો જેલ તથ્યને રહેવુ પડશે જેલમાં, HCમાંથી અરજી...

GUJARAT: રફતારના રાક્ષસ તથ્ય પટેલનો જેલ તથ્યને રહેવુ પડશે જેલમાં, HCમાંથી અરજી પાછીં ખેચી…

- Advertisement -

રફતારના રાક્ષસ તથ્ય પટેલને જેલમાં રહેવુ પડશે. જેમાં તથ્ય પટેલે હાઇકોર્ટમાંથી અરજી પાછી ખેચી છે. હંગામી જામીન મેળવવા HCમાં અરજી કરી હતી. હ્રદયના ધબકારાની સારવાર માટે અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટે જણાવ્યું છે કે આજના સમયમાં હૃદયના અનિયમીત ધબકારા નોર્મલ છે.

ખોટા કારણો આપી તથ્યને જેલમાંથી બહાર આવવુ છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં તથ્યને સારવાર કરાવવી હતી. જેમાં હવે તથ્ય પટેલને જેલમાં રહેવુ પડશે. તથ્યએ છાતીમાં દુખાવો અને અનિયમીત હ્ર્દયના ધબકારાની સારવાર માટે હંગામી જામીન અરજી કરી હતી. જેમાં સરકારી વકીલે કહ્યું તથ્યનો ECG નોર્મલ છે. તેમાં કોર્ટની ટકોર અને વલણ જોતા તથ્ય પટેલે અરજી પરત લીધી છે. ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતના ગુનામાં તથ્ય જેલમાં કેદ છે.

19મી જુલાઈની મોડી રાત્રે એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. તથ્ય હાલ સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે. આ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ સામે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2), 114, 188 મોટર વ્હીકલ એક્ટ 177, 184, 134B મુજબ ગુનો દાખલ થયો હતો. આરોપી તથ્ય 7 મહિના કરતાં વધુ સમયથી જેલમાં છે. અગાઉ પણ ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ તેની જામીન અરજી ફગાવી ચૂકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular