રાજકોટમાં પત્નીને ગોળી માર્યા બાદ પતિએ આપઘાત કર્યો છે અને પત્નીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ છે, જામનગર રોડ પર શિખર એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે, પત્નીને ગોળી મારી પતિએ આપઘાત કરતા ચકચાર મચી છે, જે પિસ્તલથી ગોળી મારી છે તે પિસ્તલનું લાયસન્સ છે કે નહી તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે, ઘટનાની જાણ થતાની સાથે પરિજનો હોસ્પિટલ પહોંચ્યા છે.
રાજકોટમાં ખૂની ખેલ ખેલાયો છે જેમાં પતિએ પત્નીને ગોળી મારી અને ત્યારબાદ તેણે પણ આપઘાત કરી લીધો છે, પતિનું ઘટના સ્થળે મોત નિપજયું છે, ફલેટના પરિસરમાંથી પોલીસને એક ફૂટેલી કારતૂસ મળી આવી છે, હત્યા કેમ કરી તેનું કારણ અકબંધ છે, તો પોલીસે હાલ પરિજનોની પૂછપરછ શરૂ કરી છે, ફાયરિંગ કરતા આસપાસના લોકો પણ બહાર દોડી આવ્યા હતા, ઈજાગ્રસ્ત પત્નીનું પોલીસે નિવેદન લીધુ છે.

આ ઘટના વહેલી સવારે બની છે અને ફલેટના સ્થાનિકોએ પોલીસને જાણ કરી છે, પતિના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, તો પોલીસે મૃતકનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે, સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી પતિ અને પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો અને તેના કારણે આ ઘટના બની છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
રાજકોટના જામનગર રોડ ઉપર પતિ પત્ની વચ્ચે ખેલાયો ખૂની ખેલ, પતિથી અલગ બહેનપણીના ઘરે રહેતી પત્ની ઉપર પતિએ ફાયરિંગ કરી જાતે આપઘાત કર્યો છે જેમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યાની વિગતો સામે આવી છે, અતિ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તૃષા ઉર્ફે ચકુને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે, ઘટના સ્થળે મિસ ફાયર અને ફાયરીંગ થયેલા ત્રણ બુલેટ જોવા મળ્યા.

