RAJKOT : રાજકોટમાં BMW કારના ચાલકે ફુલ સ્પીડમાં સર્જયો અકસ્માત, કારે બાઈક ચાલકને અડફેટે લેતા યુવકનું મોત

0
38
meetarticle

રાજકોટમાં બેફામ કાર ચાલકે લીધો યુવકનો ભોગ અને ક્રિસ્ટલ મોલ નજીક મોડી રાત્રે કારે અકસ્માત સર્જયો હતો, કારે બાઇકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે મોત થયું છે.રાજકોટમાં બેફામ કાર ચાલકે લીધો વધુ એક યુવકનો જીવ લીધો છે જેમાં રાજકોટના ક્રિસ્ટલ મોલ નજીક મોડી રાત્રે પૂરપાટ દોડી આવતી BMW કારે ટુ વ્હીલરને અડફેટે લેતા એક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે, મૃતકની ઉંમર આશરે 20 વર્ષ જેટલી છે અને આત્મન પટેલ નામનો યુવક ચલાવી રહ્યો હતો કાર તો અભિષેક નામના યુવકનું ઘટના સ્થળે જ નીપજ્યું મોત અને અકસ્માત સર્જયા બાદ કાર ચાલક પોલીસ સ્ટેશન હાજર થયો હતો.

રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ નજીક ફુલ સ્પીડમાં કાર હંકારીના કારે ચાલકે અકસ્માત સર્જયો છે જેમાં ટુ વ્હીલર ચાલકને ઘસડયો હોવાની વાત સામે આવી છે, તો ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઉમટયા હતા પરંતુ તે પહેલા જ કાર ચાલક પોલીસ સ્ટેશન હાજકર થઈ ગયો હતો, તો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, રાજકોટ શહેરમાં છેલ્લા 4 દિવસમાં 4 લોકોના અકસ્માતમાં મોત થયા છે.

રાજકોટ શહેરમાં અકસ્માતની ઘટના છાશવારે બનતી હોય છે, ત્યારે મોડી રાત્રે અકસ્માત થયો હતો જેમાં એક યુવકનું મોત થયું છે, GJ 03 NB 7301 નંબરની કારના ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધો હતો, તો આ અકસ્માતમાં કારના આગળના ભાગે નુકસાન થયું છે, તો ઘટનાની જાણ થતા લોકોએ 108ને ફોન કર્યો હતો તો 108એ આવીને ટુ વ્હીલર ચાલકને મૃત જાહેર કર્યો હતો. રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસમાં ચાર લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં બે યુવાન, એક તરુણ અને એક તરુણીનું મોત નીપજ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here