Wednesday, May 1, 2024
HomeદેશNATIONAL: રાજુ પાલ હત્યા કેસ 6 આરોપીને આજીવન કેદ, સાતમાને 4 વર્ષની...

NATIONAL: રાજુ પાલ હત્યા કેસ 6 આરોપીને આજીવન કેદ, સાતમાને 4 વર્ષની જેલ

- Advertisement -

લખનૌની સીબીઆઈ કોર્ટે બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં તમામ સાત આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે છ આરોપીઓને આજીવન કેદ અને એકને ચાર વર્ષની કેદની સજા ફટકારી છે. પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા અતીક અહેમદ અને અશરફનું પણ રાજુ પાલ હત્યા કેસમાં નામ હતું. હવે બાકીના તમામ 7 આરોપીઓ આબિદ, ફરહાન, જાવેદ, અબ્દુલ કાવી, ગુલ હસન, ઈસરાર અને રણજીત પાલને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

CBI કોર્ટે શુક્રવારે બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં તમામ સાત આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. 25 જાન્યુઆરી 2005ના રોજ રાજુ પાલની હત્યા કરવામાં આવી હતી. હાલમાં જ બસપાના તત્કાલિન ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના પ્રત્યક્ષદર્શી ઉમેશ પાલની બદમાશોએ હત્યા કરી હતી. આ ઘટનામાં ઉમેશ પાલની સુરક્ષા માટે તૈનાત ગનર સંદીપ નિષાદનું પણ મોત થયું હતું.

વાસ્તવમાં રાજુ પાલ અને અતીક વચ્ચે 19 વર્ષ પહેલા 2004માં તકરાર થઇ હતી. રાજુ પાલે શહેરના પશ્ચિમ વિસ્તારમાં અતિક અહેમદની શક્તિને પડકાર ફેંક્યો હતો. અતીક અહેમદ સાંસદ બનતા ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં રાજુ પાલ અતિક અહેમદના ભાઈને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. 25 જાન્યુઆરી, 2005ના રોજ રાજુ પાલને ધુમાનગંજ વિસ્તારમાં ઘેરી લેવામાં આવ્યો અને ગોળીઓથી ઠાર કરવામાં આવ્યો. આ હુમલામાં સંદીપ યાદવ અને દેવીલાલનું પણ મોત થયું હતું.

આ ટ્રિપલ મર્ડરની તપાસ પહેલા પોલીસ, CID અને છેલ્લે CBI દ્વારા કરવામાં આવી હતી. સીબીઆઈ વતી અતીક અહેમદ અને તેના ભાઈ સહિત 10 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.લખનઉની સ્પેશિયલ CBI કોર્ટે 2005માં BSP ધારાસભ્ય રાજુ પાલની હત્યાના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં 7 લોકોને દોષિત જાહેર કર્યા છે. માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ પર હત્યાનો આરોપ છે. આ કેસમાં બંને ભાઈઓને જેલ પણ જવું પડ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈએ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી. રાજુ પાલના પત્ની પૂજા પાલ ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. ગયા વર્ષે પ્રયાગરાજમાં થયેલા પ્રખ્યાત ગોળીબારમાં માર્યા ગયેલા ઉમેશ પાલ રાજુ પાલ હત્યા કેસમાં પણ સાક્ષી હતા.

બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં તમામ સાત આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ગત વર્ષે માર્યા ગયેલા અતીક અહેમદ અને અશરફનું પણ રાજુ પાલ હત્યા કેસમાં નામ હતું. આબિદ, ફરહાન, જાવેદ, અબ્દુલ, ગુલ હસન, ઈસરાર અને રંજીતને દોષી ઠેરવવામાં આવ્યા હતા. CBIની સ્પેશિયલ લખનૌ કોર્ટે તેને દોષિત જાહેર કર્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular