રક્ષાબંધનના પાવન પર્વે વિશ્વ હિંદુ પરિષદ, ઈડર પ્રખંડ દ્વારા પોલીસ સ્ટેશન અને ફાયર સ્ટેશન ઈડર ખાતે દિ. ૭ – ૮ – ૨૦૨૫ ને ગુરૂવારે પોલીસ જવાનોને અને ફાયર ના કર્મચારીઓને રાખડી બાંધવાનો કાયૅક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે દુગૉવાહિની પ્રખંડ સંયોજિકા મૈત્રીબેન જોષી અને માતૃશક્તિ પ્રખંડ સંયોજીકા ચેતનાબેન ભોઈ અને કાયૅકતૉઓ દ્વારા ડીવાયએસપી સ્મિત ગોહિલ સાહેબ, પીઆઈ સી જે રાઠોડ સાહેબ, psi અને પોલીસ જવાનોને અને ફાયર સ્ટેશન ના કર્મચારીઓને રાખડી બાંધીને હિંદુ ધર્મ- રાષ્ટ્રીય અને સંસ્કૃતિની રક્ષા કરતા કર્મચારીઓ ને રક્ષા સુત્ર બાધીને સન્માનિત કર્યા હતા.આ પ્રસંગે બજરંગ દળ જિલ્લા સંયોજક સંજયભાઈ ભોઈ વિશ્વ હિન્દુ પરિષદ ઉપાધ્યક્ષ નરેન્દ્ર સિંહ રમલાવત બજરંગ દળ ઇડર પ્રખંડ સહ સંયોજક જૈમીનભાઈ પટેલ ગૌરક્ષા સંયોજક દેવભાઈ પટેલ બજરંગ દળ નગર સંયોજક કેવિનભાઇ સગર અન્ય કાર્યકર્તા હાજર રહ્યા હતા.


