સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત રાવલ સમાજનુ ગૌરવ પ્રાંતિજના રાવલ પ્રકાશભાઇ વિષ્ણુભાઇ મહેસાણા ડીવાયએસપી નુ સીએમ અને ગૃહમંત્રી ના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક થી સન્માન થયુ
પ્રાંતિજ ના વતની અને હાલ ગાંધીનગર ખાતે રહેતા અને મહેસાણા ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રાવલ પ્રકાશ ભાઇ વિષ્ણુભાઇ નુ તાજેતરમાંજ ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ ખાતે અલંકરણ સમારોહમાં વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર ગુજરાત પોલીસ ના ૧૧૮ અધિકારીઓ અને પોલીસ કર્મીઓને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઇ પટેલ અને ગુહમંત્રી હર્ષ સંધવીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામા આવ્યા હતા જેમા પ્રાંતિજ ના વતની
રાવલ પ્રકાશભાઇ વિષ્ણુભાઇ નુ પણ રાષ્ટ્રપતિ ચંદ્રક થી સન્માન થતા પ્રાંતિજ તથા પરિવાર અને રાવલ સમાજ નુ ગૌરવ વધાર્યુ છે