દિવસ શરૂ થાય એટલે ઓફિસ જવા માટે આપણે બાઇક કે કારનો ઉપયોગ કરીએ. એટલે સ્વાભાવિક છે પેટ્રોલ અને ડીઝલ જોઇએ. એટલે જો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય તો તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. સવારે 6 વાગ્યે, દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) નવીનતમ દરો જાહેર કરે છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર અને ડોલર-રૂપિયાના વિનિમય દર પર આધારિત છે. આ ફેરફારો રોજિંદા જીવનને અસર કરે છે – પછી ભલે તે ઓફિસ જતી વ્યક્તિ હોય કે ફળ અને શાકભાજી વેચનાર. ત્યારે આવો જાણીએ આજે શું છે પેટ્રોલનો ભાવ
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
* દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
* મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
* કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
* ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ?
શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ : 94.49 90.17
ભાવનગર : 96.19 91.86
જામનગર : 94.39 90.06
રાજકોટ : 94.24 89.94
સુરત : 94.72 90.41
વડોદરા : 94.23 89.90
કયા કારણોસર ભાવ બદલાય?
ભારત તેની મોટાભાગની જરૂરિયાતનું ક્રૂડ ઓઇલ વિદેશોમાંથી ખરીદે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વધે છે ત્યારે સ્થાનિક ભાવ પણ વધે છે.જો ડોલર સામે રૂપિયો નબળો પડે છે તો તેલ ખરીદવું મોંઘુ થઈ જાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલ પર ભારે કર લાદે છે. વિવિધ રાજ્યોની કર નીતિઓને કારણે દરો પણ બદલાય છે. ક્રૂડ ઓઇલ રિફાઇનિંગનો ખર્ચ પણ ભાવને અસર કરે છે.


