Sunday, April 28, 2024
HomeUncategorizedGUJARAT: સુરતમાં 3 વર્ષના ગૂમ બાળકનું પરિવાર સાથે મિલન,લાગણીસભર દ્રશ્યો સર્જાયા.....

GUJARAT: સુરતમાં 3 વર્ષના ગૂમ બાળકનું પરિવાર સાથે મિલન,લાગણીસભર દ્રશ્યો સર્જાયા…..

- Advertisement -

સુરતના રાંદેર વિસ્તારમાં 3 વર્ષના શ્રમિક પરિવારના ગૂમ થયેલા બાળકને પોલીસે ગણતરીના સમયમાં શોધી આપ્યો હતો. ત્યારબાદ બાળકને શ્રમિક પરિવારને સોંપતા પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. ત્યારબાદ 3 દીકરીઓ બાદ મૂક બધિર સંતાન બાદ જન્મેલા દીકરાનું મિલન થતાં પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

મધ્યપ્રદેશનું શ્રમિક પરિવારને પાંચ સંતાનોમાં 3 મોટી દીકરીઓ અને ત્યારબાદ ચોથા સંતાનમાં મૂક બધિર દીકરાનો જન્મ થયો હતો. જો કે, ત્યાર જન્મેલો દીકરો સોળ આની હતો. જે 3 વર્ષનો હતો. જો કે રાંદેર વિસ્તારમાં મેલડીમાતાના મદીર પાસે સવારના દસ વાગ્યે શાકભાજીવાળા અંદરો અંદર ઝઘડો કરતાં હતાં. જ્યાં માણસો ભેગા થતાં દીકરો ભીડમાં ગભરાઈને ચાલતો થઈ ગયો હતો. આ અંગે પરિવારને જાણ થતાં તેઓએ પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરી હતી.

પોલીસે બાળકના ગૂમ થવાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક ટીમો બનાવી હતી.સીસીટીવી ચેક કર્યા હતાં. જેમાં બાળક ચાલીને જતું દેખાયું હતું. તપાસના અંતે જે દિશામાં સીસીટીવીમાં બાળક જતું દેખાયું હતું. ત્યાં તપાસ કરતાં સાંજના ચાર વાગ્યા સુધીમાં નજીકના એકાદ કિલોમીટરના ઘેરાવામાંથી બાળકને શોધી કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવાર સાથે મિલન કરાવતાં લાગણીસભર દ્રશ્યો પોલીસ સ્ટેશનમાં સર્જાયા હતાં. માતા-પિતાની આંખોમાં હરખના આંસુ છલકાયા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular