Saturday, April 27, 2024
HomeLPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો
Array

LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો

- Advertisement -

LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં સતત વધારે જોવા મળી રહ્યો છે, જો કે એપ્રિલ મહિનામાં LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો, આ નજીવા ઘટાડાથી સામાન્ય માણસને બહુ ફરક પડ્યો નથી. પરંતુ તમે LPG સબ્સિડી દ્વારા રાહત મેળવી શકો છો. સબ્સિડીના પૈસા સીધા ગ્રાહકના અકાઉન્ટમાં નાખવામાં આવે છે. તેના માટે સૌથી પહેલા તમારે એ જાણવું પડશે કે તમે સબ્સિડી મેળવવાના હકદાર છો કે નહીં. જો મળી છે તો તમારા બેંક અકાઉન્ટમાં પૈસા આવી રહ્યા છે કે નહીં? જો નથી આવતા તો તમે તમારા બેંક અકાઉન્ટને આધાર સાથે વહેલી તકે લિંક કરાવી લો. લિંક કરાવ્યા બાદ પૈસા ડાયરેક્ટ તમારા અકાઉન્ટમાં આવી જશે. જાણો શું છે તેની પ્રોસેસ અને કેટલા પૈસા મળશે…

સબ્સિડી ન મળવાનું સૌથી મોટું કારણ

સબ્સિડી ન મળવાનું સૌથી મોટું કારણ LPG IDને અકાઉન્ટ નંબર સાથે લિંક કરવામાં ન આવ્યું હોવાથી. તેના માટે તમારે નજીકના ડિસ્ટ્રિબ્યુટરનો સંપર્ક કરવો અને તમારી સમસ્યા જણાવો. તેમજ ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

ઘરે બેઠા આ રીતે ચેક કરો

સૌથી પહેલા તમારે ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ https://cx.indianoil.in/ પર જવું.

હવે તમારે Subsidy Status અને Proceed પર ક્લિક કરવું.

ત્યારબાદ તમારે Subsidy Related (PAHAL)ના ઓપ્શન પર ક્લિક કરવું અને પછી તમારે Subsidy Not Received પર ક્લિક કરવું.

તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને LPG ID એન્ટર કરવો પડશે.

ત્યારબાદ તેને વેરિફાઈ કરો અને સબમિટ કરો.

ત્યાર બાદ તમને બધી માહિતી મળી જશે.

કયા લોકોને સબ્સિડીનો લાભ મળે છે

વિવિધ રાજ્યોમાં LPGની સબ્સિડી જુદી જુદી હોય છે, જે લોકોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે છે તેમને સબ્સિડી નથી આપવામાં આવતી. 10 લાખ રૂપિયાની આ વાર્ષિક ઈન્કમમાં પતિ અને પત્ની બંનેની કમાણીને સામેલ કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular