રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ઉપલેટા ગામમાં રહેતા સોયબ ઉર્ફે સોહીલ હીગોરા ના રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી અલગ અલગ વિદેશી દારૂની ૮૩૮ બોટલ મળી આવી હતી, જો કે દરોડો દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા સોયબ ઉર્ફે સોહીલને ફરાર દર્શાવી પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રૂરલ એલસીબી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન હેડ.કોન્સ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર તથા પો.કોન્સ મીરલભાઈ ચંદ્રવાડીયાને બાતમી મળી હતી કે ઉપલેટા મંડપ રોડ ગુલીસ્તાન તાલુ કોલોની માં રહેતા સોયબ ઉર્ફે સોહીલ સલીમભાઈ હીગોરા પોતાના રહેણાંક મકાનમાં દારૂ સંતાડી વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના પગલે સોહીલ હીગોરાના મકાનમાં દરોડો પાડતા ધરમાં રાખેલ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૮૩૮ નંગ બોટલો કિંમત રૂપિયા ૨.૭૪.૧૦૦ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી સોયબ ઉર્ફે સોહીલ હીગોરાને ફરાર દર્શાવી ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પ્રોહી હેઠળ ગુનો નોંધી પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


