SABARKANTHA : પ્રાંતિજ સહિત તાલુકા મા પડેલ કમોસમી વરસાદ ખેડુતો ના હાથમા આવેલ કોળીયો છીણવી ગયો

0
45
meetarticle
  • ડાંગર , કપાસ , મગફળી પલરી જતા ધરતીપુત્રો પાયમાલ
  • ફલાવર ના પાક ઉપર પણ અસર જોવા મળી
  • ફુગ આવતા ફલાવર બગડયુ
  • ફલાવર ના ભાવ ગગડયો

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકામા પણ કમોસમી વરસાદે ખેડૂતો ના હાથમા આવેલ કોળીયો છીણવ્યો છે અને જયા જુવો ત્યા ખેતરોમા કમોસમી પાણી થી ભરાઇ ગયા હતા અને વાઢેલ ડાંગર તથા મગફળી ના પાથરા પલરી ગયા હતા.

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામા પડેલ કમોસમી વરસાદ ને લઈ ને ખેતરો મા તૈયાર થયેલ પાક પાણી મા ગરકાવ થયો હતો જેમા ખાસ કરી વરસાદ ને લઈ ને મગફળી તથા ડાંગર ના વાઢેલા પાથરા પલરી ગયા હતા અને ખેતરો મા પાણી ભરાઈ રહેતા લોચો થઈ ગયો હતો તો ખેતરોમા તૈયાર થયેલ પાક સાથે પશુ ધાસચારો પણ પલરી જતા પશુપાલક ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તો કપાસ ના પાક ને પણ મોટુ નુકસાન થયુ છે ત્યારે શાકભાજી પકવતા ખેડુતો ને પણ કમોસમી વરસાદ ને લઈ ને ફલાવર ના પાક ઉપર કમોસમી વરસાદ ના પાણી ફરી વળ્યા હતા જેને લઈ ને ફલાવર મા ડાગી જોવા મળી રહી છે તો દશ દિવસ પહેલા ફલાવર નો ૧૦૦૦ થી ૮૦૦ નો ભાવ હતો જે વરસાદ પડવાને લઈ ને હાલતો ૪૦૦ સુધી નીચો થઈ જતા ફલાવર પકવતા ખેડૂતો મા પણ નારાજગી જોવા મળી રહી છે ત્યારે હાલતો તૈયાર થયેલ પાક ખેડૂતોના હાથમા આવેલ કોળીયો છીણવાતા ધરતી પુત્રો મા નારાજગી જોવા મળી રહી છે અને સતત પાંચ દિવસે પણ વાદળ છાયા વાતાવરણ વચ્ચે ઝરમર-ઝરમર વરસાદ પડયો હતો ત્યારે સરકાર દ્રારા ખેડૂતોને સહાય ચુકવવામા આવે તેવી માંગ પણ ધરતીપુત્રો દ્રારા ઉઠવા પામી છે તો વરસાદ ને લઈ ને વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામી છે.

ઉમંગ રાવલ સાબરકાંઠા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here