Saturday, May 18, 2024
Homeવિશ્વઆંતરાષ્ટ્રીય : સાદિક ખાન ત્રીજી વખત લંડનના મેયર બન્યાં

આંતરાષ્ટ્રીય : સાદિક ખાન ત્રીજી વખત લંડનના મેયર બન્યાં

- Advertisement -

સાદિક ખાન ત્રીજી વખત લંડનના મેયર બન્યાં
ભારતીય મૂળના ઉમેદવાર તરુણ ગુલાટી હાર્યા

બ્રિટનની લેબર પાર્ટીએ લંડન અને મધ્ય ઈંગ્લેન્ડ મેયરની ચૂંટણીમાં શાનદાર જીત મેળવી વર્ષના અંતે યોજાનાર સામાન્ય ચૂંટણીથી પહેલા ઋષિ સુનકની કંઝર્વેટિવ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. લંડનના મેયર તરીકે સાદિક ખાને રેકોર્ડ ત્રીજી વખત જીત મેળવી છે. મહત્વનું છે કે, સાદિક ખાન પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિક છે. 2016થી તેઓ લંડનના મેયર છે. તેમની પાર્ટીને ગાઝા-ઈઝરાયલ યુદ્ધમાં ઈઝરાયલની ટીકા ન કરવા છતાં મુસ્લિમ વસતીએ તેમને ભારે વોટથી જીતાડ્યાં છે. જ્યારે ભારતીય મૂળના તરુણ ગુલાટી મેયર પદની રેસમાં ઘણાં પાછળ રહી ગયા હતા. મળતી માહિતી અનુસાર, પાકિસ્તાની મૂળના 53 વર્ષીય લેબર પાર્ટીના ઉમેદવાર સાદિક ખાનને 43.8 ટકા વોટ સાથે 10 લાખ 88 હજાર 225 વોટ મળ્યા જ્યારે તેમના હરીફ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર સુસાન હોલને 8 લાખ 11 હજાર 518 વોટ મળ્યા. દિલ્હીમાં જન્મેલા ઉદ્યોગપતિ તરુણ ગુલાટી જેઓ મેયર પદ માટે 13 ઉમેદવારોમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા, તેઓ આ રેસમાં ઘણા પાછળ રહી ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular