સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ –૨૦૨૫ અંતર્ગત પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સિદ્ધપુર વિધાનસભાના શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓ માટે પ્રશિક્ષણ વર્ગમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત રહી કાર્યશાળાની ખુલ્લી મૂકી તેઓએ જણાવ્યું પ્રશિક્ષણ વર્ગ એટલે કાર્યકર્તાના વૈચારિક નૈતિક અને માનવીય મૂલ્યોનું ઘડતર કરતી શાળા. એક દિવસીય આ કાર્ય શાળામાં ઘણી જાણકારી ઉપલબ્ધ થશે જે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે
આ કાર્યક્રમમાં રમેશભાઈ સિંધવ, શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગના પાટણ જિલ્લાના વાલી નવદીપસિંહ ડોડિયા તથા ભાવેશભાઈ પટેલ, દિલીપભાઈ, જશુભાઈ પટેલ, વિરેશભાઈ વ્યાસ, મુકેશભાઈ ચૌધરી, કૌશલભાઈ જોશી, ગીરીશભાઈ મોદી, રાહુલભાઈ પટેલ તેમજ સિદ્ધપુર વિધાનસભામાં આવતાં તમામ મહામંત્રી અને શક્તિકેન્દ્ર સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.


