Thursday, May 2, 2024
HomeગુજરાતVMCને 100 કરોડના બોન્ડ બહાર પાડવા SEBIની મંજૂરી

VMCને 100 કરોડના બોન્ડ બહાર પાડવા SEBIની મંજૂરી

- Advertisement -

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી અઠવાડિયામાં રૂ.100 કરોડના બોન્ડ બહાર પડશે તેમાં કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગે છ શહેરમાં યુએસ ટ્રેઝરી વિભાગ દ્વારા બોન્ડ અંગે માર્ગદર્શન પુરૂ પાડવાનું નક્કી થયું હતું. ઈન્ડો યુએસ ઇકોનોમિક પાર્ટનરશીપ પ્રોગ્રામ અંતર્ગત યુ.એસ ટ્રેઝરી વિભાગ દ્વારા વડોદરા કોર્પોરેશન ને બોન્ડ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું એટલું જ નહીં બાર વખત વિડિયો કોન્ફરન્સિંગ કરી હતી જેમાં વડોદરા કોર્પોરેશનને કોરોના સમયમાં પણ ફાઈનાન્સિયલ બેલેન્સ જાળવ્યું છે તેના વખાણ કર્યા હતા.

વડોદરા કોર્પોરેશન આગામી અઠવાડિયામાં બોન્ડ બહાર પાડવા જઈ રહી છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલએ 16 ખાનગી, સરકારી ઉદ્યોગો અને નાણાકીય સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગ કરીને કોર્પોરેશનના બોન્ડમાં નાણાં રોકવા અપીલ કરી હતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બોન્ડમાં નાણાં રોકવા એસબીઆઇ કેપ પ્રાઈવેટ પ્લેસમેન્ટ, બેંક ઓફ બરોડા, ટાટા એલ.આઇ.સી ઇન્સ્યોરન્સ, sbi new pension scheme, સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ, birla life insurance, એશિયન ડેવલપમેન્ટ બેંક તેમજ ગુજરાત સરકારની gujarat state financial services, જીઆઇડીસી,ગુજરાત મેરીટાઇમ બોર્ડ, જીએમડીસી, જીએસએફસી, જીએનએફસી, gujarat alkalies, એ રસ દાખવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular