Thursday, May 2, 2024
Homeવર્લ્ડWORLD: મીમ્સ મોકલો, મિસાઇલ નહિ',ઈરાન-ઇઝરાયલને ટેસ્લાના CEOની સલાહ.......

WORLD: મીમ્સ મોકલો, મિસાઇલ નહિ’,ઈરાન-ઇઝરાયલને ટેસ્લાના CEOની સલાહ…….

- Advertisement -

ગત દિવસોમાં ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા હતા. હવે ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહી કરી ઈરાનના શહેર ઈસ્ફહાન પર મિસાઈલોથી હુમલો કર્યો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ટેસ્લાના CEO એલોન મસ્કે સલાહ આપી છે. તેમનું કહેવું છે કે એકબીજાને નિશાન બનાવવાને બદલે આપણે અંતરીક્ષમાં રોકેટ મોકલવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે એક વરિષ્ઠ અમેરિકન અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયેલે સ્થાનિક સમય અનુસાર શુક્રવારે સવારે તેહરાન પર મિસાઇલ હુમલા કર્યા હતા. ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને કેટલાય શહેરોમાં તેની એર-ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી છે. સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ પર વિસ્ફોટના અવાજ સંભળાયા છે.

જ્યારે ઈરાન પર હુમલાના સમાચાર સામે આવ્યા ત્યારે એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર એક પોસ્ટ કરી યુદ્ધગ્રસ્ત દેશોને સલાહ આપી છે. જો કે, તેમણે કોઈપણ દેશનું નામ લીધા વિના ટ્વિટ કર્યું છે,. એલોન મસ્કે ટ્વિટમાં લખ્યું છે કે, ‘એકબીજાને નિશાન બનાવવાને બદલે આપણે સ્પેસમાં પર રોકેટ મોકલવા જોઈએ.’મસ્કે આગળ લખ્યું કે, ‘કદાચ દુનિયાના નેતાઓને એક બીજાને માત્ર અને માત્ર મીમ્સ મોકલવા જોઈએ અને લોકોને નક્કી કરવા દો કે મીમ્સ મોકલવાની લડાઈમાં કોણ જીતે છે અને કોણ હારે છે. તેમણે કહ્યું કે યુદ્ધ કરવાને બદલે આવું થવું જોઈએ.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular