Saturday, April 27, 2024
Homeબેશરમીની હાઈટ્સ : નવ મહિનાની બાળકી પર બળાત્કાર
Array

બેશરમીની હાઈટ્સ : નવ મહિનાની બાળકી પર બળાત્કાર

- Advertisement -

પશ્ચિમ બંગાળમાં એક નવ મહિનાની બાળકી પર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના હાવડા જિલ્લાના શ્યામપુરની બડગ્રામ પંચાયતની છે. અહીં એક વ્યક્તિએ પડોશમાં રહેતી પોતાની ભત્રીજી પર બળાત્કાર ગુજાર્યો છે. બાળકીના પરિવારે બાળકારીના કાકા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરતા આરોપીની પણ ધરપકડ કરી લેવાઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી બાળકીના ઘરની પાડોશમાં જ રહેતો હતો. બળાત્કાર ગુજારનાર આરોપી સંબંધમાં બાળકીના કાકા થાય છે. બાળકીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આરોપી બપોરે ઘરમાં આવ્યો હતો અને બાળકીને રમકડું અપાવવા માટે લઈ જવાની વાત કરીને પોતાની સાથે લઈ ગયો હતો. થોડા સમય બાદ જ્યારે બાળકી ઘરે પહોંચી અને તે રડી રહી હતી તો પરિવારે તેને શાંત રખાવવાનો પ્રયત્ન કરતા ખબર પડી કે બાળકીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નિકળી રહ્યું હતું.

ઘટનાની જાણ થતાની સાથે જ પરિવારજનોએ શ્યામપુર પોલીસ સ્ટેશનમાં બાળકી પર બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. બાળકીને ઘરે મુકીને આરોપી નાસી છૂટ્યો હતો પરંતુ આખરે પોલીસે તેને શોધીને તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીની ઓળખ અનૂપ પ્રમાણિક તરીકે કરી છે. પોલીસે અનૂપ વિરુદ્ધ આઈપીસી અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એટલે કે પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીને કેસ દાખલ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular