સુરત શહેરમાં જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા શિક્ષકે પોતાના બે પુત્રોને ઝેર આપી પોતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનામાં પોલીસે પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. પત્નીના અફેરના કારણે શિક્ષકે આ પગલું ભર્યું હોવાનું બાહર આવ્યું હતું.મૂળ સાબરકાંઠા જિલ્લાના ચિઠોડ ગામના વતની અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી સુરત શહેરમાં રહેતા હતા અને ડિંડોલી ખાતે આવેલી સ્કૂલમાં પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.જયારે તેમની પત્ની જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. અલ્પેશભાઈએ પોતાના બે પુત્ર ક્રિશિવ (ઉ.08) અને કર્નીશ (ઉ.2) સાથે આપઘાત કરી લીધો હતો. બંને બાળકો બેડ પર જ્યારે પિતા લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. અલ્પેશભાઈ અને બે બાળકોના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પત્નીના અફેરના કારણે શિક્ષકે આ પગલું ભર્યું હોવાનું બાહર આવ્યું હતું. આ ઘટનામાં પોલીસ દ્વારા મૃતક અલ્પેશભાઈની પત્ની ફાલ્ગુનીબેન અને તેના પ્રેમી નરેશ રાઠોડ સામે આત્મ હત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, આ કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમે મૃતકના ઘરમાં સર્ચ કરતાં બે ડાયરી અને સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આટલું જ નહીં, મૃતકના મોબાઈલમાંથી કેટલાક વીડિયો મળી આવ્યા હતા.
બીજી તરફ મૃતકના ભાઈએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, મૃતકની પત્ની ફાલ્ગુનીને ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા નરેશકુમાર રાઠોડ સાથે અફેર હતું. જેના કારણે મૃતક અલ્પેશભાઈ ખુબ જ તણાવમાં હતા અને આ કારણે તેમણે આ પગલું ભર્યું છે.આ વાતને લઈને અમે તપાસ હાથ ધરી અને મોબાઈલમાંથી પણ વીડિયો મળ્યા અને બે ડાયરી મળી છે. જેમાં ડીટેઇલમાં લખ્યું છે કે, છેલ્લા એક બે મહિનાથી તેઓ આ પ્રકારની નોટસ બનાવી રહ્યા હતા.આ ઉપરાંત જીવનના અત્યાર સુધીના યાદગાર ક્ષણો વિષે પણ તેમણે લખેલું છે. હાલ બંને ડાયરીઓ તપાસ અર્થે કબજે કરવામાં આવી છે 5-6 પેજનું સુસાઈડ નોટ છે, તે અલગ અલગ લખવામાં આવ્યું છે. માતા-પિતાને સંબોધીને અલગ વસ્તુઓ લખી છે. જયારે પત્નીને સંબોધીને અલગ લખ્યું છે. જેમાં પત્નીના અફેરને લઈને તેઓ તણાવમાં હતા અને આ કારણે તેઓએ આ પગલું ભર્યું તો ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધી ફાલ્ગુની બહેન અને નરેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છેવધુમાં જાણાવ્યું હતું કે મૃતકે પોતાના મૃત્યુ પહેલા આ વીડિયો બનાવેલા છે. જેમાં ખાસ પત્નીના અફેરના કારણોની વાત કરેલી છે, વારંવાર સમજાવવા બાદ પણ આ લોકો માન્યા નથી. મને ઘરે ટોર્ચર કરવામાં આવ્યો એ પ્રકારની વાતો છે. અમે મોબાઈલને એફએસએલમાં મોકલીને તપાસ કરીશું. નરેશે જે સબંધો છે તે કબુલ કર્યા છે સુસાઈડ નોટમાં કારણો અને દોષી છે તેને કડકમાં કડક સજા મળે તેવી માંગ પણ કરવામાં આવી હતી.નરેશના લગ્ન અગાઉ થઇ ચુક્યા છે અને તેને એક પુત્ર પણ છે, તે હાલમાં સિંગલ છે. થોડા દિવસો પહેલા તેની સગાઈ પણ થઇ હતી પણ તે આગળ ચાલી નહતી. સગાઈને લઈને હાલ તપાસ ચાલુ છે અને લગભગ 3 થી 4 વર્ષથી તેઓ રિલેશનશિપમાં હતાવધુમાં જણાવ્યું હતું કે સુસાઈડ નોટમાં અલગ અલગ પાર્ટમાં લખેલું છે, માતા-પિતા માટે અલગ વાતો લખેલી છે ભાઈઓ માટે અલગ વાત લખેલી છે અને પત્ની માટે અલગ સુસાઈડ નોટ છે. બે ડાયરીમાંથી એક ડાયરી ખાલી પત્ની ફાલ્ગુની માટે લખેલી છે.બંનેના પિતા પોલીસ વિભાગમાં હતા અને તેઓ પોલીસ કોલોનીમાં પહેલી વાર મળ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ થયો અને બાદમાં પરિવારજનોની મંજુરીથી લગ્ન કર્યા હતા ત્યારથી લઈને આજ દિન સુધીની વાતો લખેલી છે સબંધ વિષે જયારે તેને ખબર પડી ત્યારે કેવું મહેસુસ કરતો હતો તે અંગે લખ્યું છે.ત્રણેયના મૃતદેહનું પીએમ કરાવીને પરિવારજનોને સોપવામાં આવ્યા છે. અલ્પેશભાઈ મૂળ સાબરકાંઠાના વતની છે તો પરિવાર મૃતદેહ લઈને ત્યાં અંતિમવિધિ માટે ગયા છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


