શહેરના વસ્ત્રાપુરમાં આવેલા એક સ્પાના સંચાલકે તેના સ્પામાં કામ કરતી બે થેરાપીસ્ટ સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની બે અલગ અલગ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેમાં એક ફરિયાદમાં થેરાપીસ્ટ સાથે સ્પાના માલિક અને સંચાલકે બળબજરી કરી હોવાની સાથે તેની દીકરીને મારી નાખવાની ધમકી પણ અપાઇ હતી. જ્યારે અન્ય એક થેરાપીસ્ટના બચતના નાણાં પણ પડાવી લીધા હતા.
શહેરના શીલજમાં રહેતી યુવતીએ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે થોડા મહિના પહેલા યુવતી વસ્ત્રાપુર તળાવ આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્સમાં ધ કામા થાઇ સ્પામાં નોકરી કરતી હતી. આ સ્પા ચિંતન પંડયા (રહે. વિમલનાથ સોસાયટી, બાપુનગર)ની માલિકીનું અને ત્યાં રોહિત તિવારી (રહે. વુડ ફિલ્ડ સોસાયટી, પકવાન ચાર રસ્તા, વસ્ત્રાપુર) મેનેજર તરીકે નોકરી કરતો હતો. ત્યારે ચિંતન પંડયાએ તે યુવતી સાથે બળજબરી કરી હતી. જેથી યુવતીએ પોલીસને જાણ કરીને નોકરી છોડવાનું કહેતા રોહિતે તેને ધમકાવીને યુવતીના પગારની બચતના નાણાં પરત નહી આપવાનું કહી યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું.બાદમાં કાઢી મુકી હતી. બીજી તરફ તે પોલીસ ફરિયાદ ન કરે તે માટે સાવન પુરબીયાએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ, યુવતીએ સમગ્ર મામલે પોલીસની મદદ લેતા તેને સુરક્ષાના ખાતરી આપીને ફરિયાદ નોંધવામાં આવી હતી. ચિંતન પંડયા વિરૂદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અન્ય એક થેરાપીસ્ટ યુવતીએ પણ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સ્પાના માલિક ચિંતન પંડયાએ થેરાપીસ્ટ યુવતી સાથે દુષ્કર્મ આચરીને ધમકી આપી હતી કે જો તે પોલીસ ફરિયાદ કરશે તો તેની સાત વર્ષની પુત્રીને મારી નાખશે. આ અંગે યુવતીએ ચિંતન પંડયા ઉપરાંત, રોહિત તિવારી તેમજ અન્ય એક વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આમ, એક જ સ્પાના સંચાલક વિરૂદ્ધ એક સપ્તાહમાં બે ફરિયાદ નોંધાઇ છે.


