RAJKOT : મસાજ કરતી મહિલા પર સ્પાનાં માલીકે દુષ્કર્મ ગુજાર્યું

0
83
meetarticle

રાજકોટમાં પોલીસનાં અંદાજ મુજબ 80 જેટલા સ્પા છે. જેમાંથી ઘણાં અનૈતિક પ્રવૃતિનાં અડ્ડા બની ગયાની વ્યાપક ફરિયાદો વચ્ચે સ્પામાં મસાજનું કામ કરતી મહિલા પર સ્પાનાં માલીકે દુષ્કર્મ ગુજારી, મારકૂટ કર્યાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. જેના આધારે ગાંધીગ્રામ-૨ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે. આશરે ૪૦ વર્ષની મહિલાએ પોલીસને જણાવ્યું કે તે પતિથી અલગ પુત્ર સાથે રહે છે. સ્પામાં મસાજનું કામ કરે છે. જે અંગેનું તેની પાસે સર્ટિફીકેટ પણ છે. ત્રણેક માસ પહેલા નબળી આર્થિક પરિસ્થિતીને કારણે કામ કરવાની જરૂર પડતાં પંચાયત ચોકમાં શાંતિનિકેતન પાર્ક-1માં આવેલા રોયલ વેલનેસ સ્પામાં રૂા 10,000પગારે નોકરીએ રહી હતી.

તે વખતે સ્પાનાં માલીક ભરતે કહ્યું કે તેનાં સ્પાની બીજી બ્રાંચ બીગ બજાર પાસે છે. નોકરીનાં પ્રથમ દિવસે એક કસ્ટમરને બોડી મસાજ કરી આપ્યું હતું. તેનાં થોડા સમય બાદ સ્પાનાં માલીક ભરતે તેની પાસે આવી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. તેની સાથે ખરાબ વ્યવહાર કરી, ખરાબ શબ્દો બોલી કહ્યું મારે તારી પાસે મસાજ નથી કરાવું, મારે તારી સાથે સેકસ કરવું છે. જેનો તેણે વિરોધ કરી પોતે માત્ર બોડી મસાજ જ કરતી હોવાનું કહેતાં જ તેનાં બંને હાથ પકડી, ટેબલ પર સુવડાવી, તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. તેણે ઘણી બૂમાબૂમ કરી, ચુંગાલમાંથી છુટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનાં જમણાં હાથમાં ફ્રેકચરની ઈજા હોવાથી પ્રતિકાર કરી શકી નથી. ત્યાર પછી ભરતે જો આ વાત કોઈને કહીશ તો તારા દિકરાને નહીં રહેવા દઉં તેવી ધમકી આપતાં ખુબ જ ડરી ગઈ હતી. આ પછી ઘરે જતી રહી હતી.

બીજા દિવસે ભરતે કોલ કરી, આધાર કાર્ડ લઈ સ્પામાં આવી જવાનું કહી અન્યથા તેનાં પતિને ગઈકાલની વાત કહી દેવાની ધમકી આપતા સ્પામાં ગઈ હતી. તે વખતે ભરત તેને બીગ બજાર પાસે આવેલા બીજા સ્પામાં બૂલેટ પર બેસાડી લઈ ગયો હતો. જયાં તેને અફીણની ગોળી બતાવી કહ્યું કે, આ ખાવાથી ખૂબ જ મજા આવે છે. પરંતુ તેણે ગોળી ખાધી ન હતી. બાદમાં ઘરે જતી રહી હતી.

ગઈ તા. 12નાં રોજ નાનામવા સર્કલ પાસે આવેલા બીજા સ્પામાં નોકરીએ લાગી ગઈ હતી. જે અંગે જાણ થતા ભરતે ત્યાં આવીન તુ મારા સ્પામાં કેમ કામ કરવા આવતી નથી તેમ કહી ગાળો ભાંડી, તમાચા ઝીંક્યા હતાં. સાથોસાથ બહાર નિકળે ત્યારે મારી નાખવાની ધમકી આપતાં આખરે તેનાં વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here