SPORTS : પંજાબ કિંગ્સની સતત પાંચમી જીત, LSGને 54 રને હરાવ્યું, 11 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર

0
26
meetarticle

IPL 2026ની 29મી મેચમાં પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સામે ટક્કર થઈ હતી. જેમાં લખનઉના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 7 વિકેટ ગુમાવીને 254 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પંજાબ તરફથી કૂપર કોનોલી અને પ્રિયાંશ આર્યાએ ધમાકેદાર ઇનિંગ રમી હતી. કૂપરે 87 રન બનાવ્યા હતા, જ્યારે પ્રિયાંશએ 93 રન બનાવ્યા હતા. પહાડ જેવા સ્કોરનો પીછો કરવા ઉતરેલી LSG 20 ઓવરમાં માત્ર 200 રન જ બનાવી શકી હતી. જેથી PBKSએ 54 રનથી આસાનીથી મહાજીત મેળવી લીધી હતી.

સ્કોર કાર્ડ

PBKS: 254-7(20)

LSG: 200-5(20)

11 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર PBKS

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળની પંજાબની ટીમ વિજય રથ પર સવાર છે. PBKS હજુ સુધી એક પણ મેચ હારી નથી. છ મેચમાં 11 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. પંજાબની એક મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. બીજી તરફ, LSG 6 મેચમાં બે જીત સાથે ચાર પોઈન્ટ ધરાવે છે અને ટેબલમાં આઠમા સ્થાને છે. પંત બ્રિગેડે હારની હેટ્રિક લગાવી છે. આ પહેલા લખનઉને RCB અને ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.પંજાબના બેટર કૂપર કોનલી અને પ્રિયાંશ આર્યાએ લગભગ દરેક ઓવરમાં મોટા શોટ ફટકાર્યા અને તમામ બોલરોની જોરદાર ધુલાઈ કરી. આ કારણે પંતે એડન માર્કરમ પાસે બોલિંગ કરાવી. પરંતુ કૂપર કોનલીએ ઇનિંગની 13મી ઓવરમાં એડન માર્કરમ સામે શરૂઆતના ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી, જેના પછી એવું લાગતું હતું કે કદાચ આ ઓવરમાં 6 સિક્સર પણ લાગી જશે. જો કે ચોથા બોલ પર માત્ર એક રન બન્યો હતો. પરંતુ પાંચમા અને છઠ્ઠા બોલ પર પ્રિયાંશ આર્યાએ સિક્સર ફટકારીને આ ઓવરમાં કુલ 32 રન મેળવ્યા હતા. એક બોલ વાઈડ પણ હતો. આ સાથે જ માર્કરમની આ ઓવર લખનઉના બોલર દ્વારા IPLમાં ફેંકવામાં આવેલી સૌથી મોંઘી ઓવર બની ગઈ છે. આ પહેલા 2022માં કોલકાતામાં એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રવિ બિશ્નોઈએ 27 રન આપ્યા હતા.

બીજી વિકેટ માટે 182 રનની ભાગીદારી

 પ્રિયાંશ આર્યાએ લખનઉ સામે બીજી વિકેટ માટે કૂપર કોનોલી સાથે મળીને માત્ર 80 બોલમાં 182 રનની ઐતિહાસિક ભાગીદારી કરી હતી. કૂપર કોનોલીએ પણ શાનદાર પ્રદર્શન કરતા 46 બોલમાં 87 રન ફટકાર્યા હતા, જેમાં 7 છગ્ગા અને 8 ચોગ્ગા સામેલ હતા. કોનોલીનો સ્ટ્રાઈક રેટ 189.13 રહ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here