SPORTS : ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 159 રનનો ટાર્ગેટ આપ્યો, ઋતુરાજ ગાયકવાડે 74 રન ફટકાર્યા

0
1
meetarticle

આઈપીએલ 2026ની 37મી મેચ આજે(26 એપ્રિલ) ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મુકાબલો ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં થઈ રહ્યો છે, જ્યાં ટોસ જીતીને ગુજરાતની ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ધોની આ મેચમાં પણ રમી રહ્યો નથી. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 158 રન બનાવ્યા. હવે ગુજરાતની ટીમ મેદાનમાં ઉતરી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 159 રનનો ટાર્ગેટ આપ્યો

ચેન્નાઈ સુપર કિંગ્સે ખરાબ શરૂઆત કરી હતી. જોકે, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના 74 રનની મદદથી સ્કોર 158 સુધી પહોંચાડ્યો. જોકે, ગાયકવાડના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. ગાયકવાડના નામે અત્યાર સુધીમાં IPLમાં સૌથી ધીમી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ નોંધાયો છે. તેમણે ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ 49 બોલમાં 50 રન પૂરા કર્યા છે. એક સમયે ચેન્નાઈએ સારૂ શરૂઆત તરફ આગળ વધી રહી હતી અને તેમણે વિકેટ ગુમાવ્યા વગર 21 રન બનાવી લીધા હતા. પરંતુ કગિસો રબાડા અને મોહમ્મદ સિરાજની દમદાર બોલિંગના કારણે આગામી 7 બોલમાં સંજૂ સેમસન, ઉર્વિલ પટેલ અને સરફરાજ ખાન પણ આઉટ થઈ ગયા. ડેવાલ્ડ બ્રેવિસ પણ સસ્તામાં આઉટ થઈ ગયો અને જોતજોતામાં ચેન્નાઈએ 37ના સ્કોર સુધી પહોંચતા પહોંચતા 4 વિકેટ ગુમાવી દીધી હતી. એક સમયે 11 ઓવરમાં ચેન્નાઈનો સ્કોર માત્ર 45 રન હતો, પરંતુ અંતમાં ટીમો શાનદાર વાપસી કરી.

પોઈન્ટ ટેબલમાં ગુજરાત-ચેન્નાઈની સ્થિતિ

ચેન્નાઈ અને ગુજરાત બંને ટીમે IPL-2026માં પોત-પોતાની આઠમી મેચ રમી રહ્યા છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ગુજરાતે અને ચેન્નાઈએ અત્યાર સુધીમાં કુલ સાત મેચો રમી છે, જેમાં બંનેનો ચારમાં પરાજય અને ત્રણ વિજય થયો છે. પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈ પાંચમાં ક્રમે, જ્યારે ગુજરાત સાતમાં ક્રમાંકે છે. જો આજની મેચમાં ગુજરાતનો વિજય થશે તો તે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમાંકે અને ચેન્નાઈ જીતશે તો ચોથા ક્રમાંકે આવી જશે.

આ લખાઈ રહું છે ત્યારે ગુજરાત ટાઈટન્સ જવાબમાં 14 ઑવરમાં 129 રન 1 વિકેટના ભોગે કર્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here