SPORTS : જાપાનના નાગોયામાં આજથી એશિયન પેરા ગેમ્સ 2026નો રંગારંગ પ્રારંભ

0
3
meetarticle

Asian Para Games 2026 : એશિયાના રમતવીરો માટેના સૌથી મોટા ખેલ મહાકુંભ પૈકીના એક એશિયન પેરા ગેમ્સ 2026નો આજથી જાપાનના નાગોયા શહેરમાં ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. ભારત તરફથી પેરા એથ્લેટ્સ આ વૈશ્વિક મંચ પર પોતાનો દબદબો બનાવવા અને દેશને ગૌરવ અપાવવા માટે સંપૂર્ણ સજ્જ છે.

આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પેરા બેડમિન્ટન સ્ટાર પ્રમોદ ભગત અને સ્ટાર દોડવીર સિમરન શર્મા ભારતીય ટુકડીના ધ્વજવાહક (Flag Bearers) તરીકે તિરંગો લહેરાવી ભારતનું નેતૃત્વ કરશે. આ વખતે ભારત તરફથી મેડલ જીતવાના ઈરાદા સાથે 168 ખેલાડીઓનું મજબૂત દળ જાપાન પહોંચ્યું છે

ક્યાં યોજાશે એશિયન પેરા ગેમ્સ 2026નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ?

એશિયન પેરા ગેમ્સની આ 5મી આવૃત્તિ છે અને તેનો ઓપનિંગ સેરેમની સોંપણી જાપાનના નાગોયા સ્થિત ‘નાગોયા સિટી મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ’ખાતે કરવામાં આવશે. 18 ઓક્ટોબરથી શરૂ થઈને આ સ્પર્ધાઓ 24 ઓક્ટોબર સુધી ચાલશે. આ વર્ષની સત્તાવાર થીમ ‘Imagine One Heart’ રાખવામાં આવી છે, જે એકતા અને ખેલદિલીનો સંદેશ આપે છે. આ આંતરરાષ્ટ્રીય મહાકુંભમાં એશિયાના વિવિધ દેશોના એથ્લેટ્સ કુલ 18રમતોમાં પોતાનું કૌશલ્ય બતાવશે..

છેલ્લી ઘડીએ બદલાયા ભારતના ધ્વજવાહક: ભાવિના પટેલના સ્થાને સિમરન શર્માને તક

ઓપનિંગ સેરેમનીના લીડર તરીકે શરૂઆતમાં ટેબલ ટેનિસ સ્ટાર ભાવિના પટેલ અને પ્રમોદ ભગતની પસંદગી કરવામાં આવી હતી. જોકે, ભાવિના પટેલને 19 ઓક્ટોબરે રમાનારી ખૂબ જ મહત્વપૂર્ણ ક્વાર્ટર ફાઇનલ મેચ પહેલા પૂરતો આરામ મળી રહે અને તેઓ રમત પર ફોકસ કરી શકે તે હેતુથી ટીમ મેનેજમેન્ટે છેલ્લી ઘડીએ નિર્ણય બદલ્યો હતો. હવે પ્રમોદ ભગતની સાથે એથ્લેટ સિમરન શર્મા ભારત તરફથી ધ્વજવાહકની ભૂમિકા નિભાવશે.

ભારતીય ખેલાડીઓ પાસેથી ચંદ્રકોની આશા

એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા દર્શાવવાની આ એક મહત્ત્વની તક છે. સુમિત અંતિલ, પ્રમોદ ભગત અને અવની લેખરા જેવા અનુભવી ખેલાડીઓની હાજરીથી ભારતીય દળ પર ચાહકોની નજર રહેશે.હવે 18થી 24 ઓક્ટોબર દરમિયાન યોજાનારી સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે અને દેશના ચંદ્રકના આંકડામાં કેટલો વધારો થાય છે તે જોવાનું રહેશે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here