SPORTS : ICC U19 Women’s T20 World Cup 2027નું શેડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાન અલગ ગ્રૂપમાં, જાણો T20 વિશ્વ કપના ચારેય ગ્રૂપની યાદી…

0
3
meetarticle

આઈસીસી દ્વારા ‘ICC અંડર 19 મહિલા T20 વિશ્વ કપ-2027’નું સંપૂર્ણ શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમ પોતાના ટાઈટલને બચાવવા માટે પોતાના અભિયાનની શરૂઆત 22 જાન્યુઆરીએ નેપાળના કાઠમંડુ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે કરશે.
ટૂર્નામેન્ટમાં 16 મહિલા ટીમો

ટૂર્નામેન્ટ 21 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન બાંગ્લાદેશ અને નેપાળની સંયુક્ત યજમાનીમાં યોજાશે. આ ટુર્નામેન્ટની આ ત્રીજી આવૃત્તિ છે, જેમાં 16 મહિલા ટીમોને ચાર-ચાર ટીમોના ચાર અલગ અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. તમામ મેચો ચટગાંવ, સિલહટ અને કાઠમંડુના વિવિધ સ્ટેડિયમમાં રમાશે.

ટૂર્નામેન્ટની શરૂઆત 21 જાન્યુઆરીથી

બે વખતની ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને ગ્રૂપ Aમાં નેપાળ, વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સાથે રાખવામાં આવી છે. આ ગ્રૂપની તમામ લીગ મેચો કાઠમંડુ ખાતે રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત 21 જાન્યુઆરીએ બાંગ્લાદેશ અને UAE ની મહિલા ટીમો વચ્ચેના ઉદ્ઘાટન મુકાબલાથી થશે. તે જ દિવસે ગત આવૃત્તિની ઉપવિજેતા ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સિલહટમાં નાઈજીરિયા સામે ટકરાશે. આ ઉપરાંત કાઠમંડુના અપર મુલપાની ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શ્રીલંકા અને સ્કોટલેન્ડ તથા ઈંગ્લેન્ડ અને USA ની ટીમો સામસામે ટકરાશે. યજમાન નેપાળ 22 જાન્યુઆરીએ આયર્લેન્ડ સામે પોતાની સફર શરૂ કરશે. તે જ દિવસે ચટગાંવમાં ન્યુઝીલેન્ડ સામે સમોઆ અને દક્ષિણ આફ્રિકા સામે પાકિસ્તાનની મહિલા ટીમ મેદાનમાં ઉતરશે.

ફાઈનલ મુકાબલો 6 ફેબ્રુઆરીએ

ટૂર્નામેન્ટનો ગ્રૂપ રાઉન્ડ 26 જાન્યુઆરી સુધી ચાલશે. ગ્રૂપ સ્ટેજમાંથી ક્વોલિફાય થનારી ટીમો ‘સુપર સિક્સ’ રાઉન્ડમાં પહોંચશે, જ્યાં ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે. આ બંને ગ્રૂપની ટોચની બે-બે ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ મેળવશે. બંને સેમિફાઈનલ મુકાબલા 4 ફેબ્રુઆરીએ ચટગાંવ ખાતે રમાશે, જેના માટે 5 ફેબ્રુઆરીને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. ફાઈનલ મુકાબલો 6 ફેબ્રુઆરીએ ચટગાંવમાં યોજાશે, જેના માટે 7 ફેબ્રુઆરી રિઝર્વ ડે રહેશે.

અંડર 19 મહિલા T20 વિશ્વ કપના ચારેય ગ્રૂપની યાદી

ગ્રૂપ A: ભારત, આયર્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને નેપાળ
ગ્રૂપ B: દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને સમોઆ
ગ્રૂપ C: ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, નાઈજીરિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE)
ગ્રૂપ D: ઈંગ્લેન્ડ, શ્રીલંકા, સંયુક્ત રાજ્ય અમેરિકા (USA) અને સ્કોટલેન્ડ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here