SPORTS : IPL પહેલા જ થાલા ‘આઉટ’! ઈજાના કારણે ધોનીને બે સપ્તાહનો ‘આરામ’, ત્રણ મોટી મેચ ગુમાવશે

0
102
meetarticle

ટી20 વર્લ્ડકપ બાદ હવે ભારતના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી આઈપીએલ 2026ની રાહ જોઈ રહ્યા છે. આજે આરસીબી અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટુર્નામેન્ટની પહેલી મેચ રમાવવાની છે. જોકે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકોની ચિંતા વધી છે. ચેન્નઈનો સ્ટાર ખેલાડી ધોની શરૂઆતની મેચોમાં જોવા મળશે નહીં.

 

28 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે ધોની અત્યારે ‘કાફ સ્ટ્રેઈન’ની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. ડૉક્ટર્સે ધોનીને બે સપ્તાહ સુધી આરામ કરવાની સલાહ આપી છે. જેના કારણે તે પ્રથમ બે સપ્તાહમાં મેચમાં જોવા મળશે નહીં.

 14 દિવસમાં ધોની કેટલી મેચ ગુમાવશે?

30 માર્ચ: ચેન્નઈ સુપર કિંગ્સ VS રાજસ્થાન રોયલ્સ (ગુવાહાટી) – આ ટીમની પહેલી મેચ છે

3 એપ્રિલ: ચેન્નઈ સુપર કિંગ્સ VS પંજાબ કિંગ્સ (ચેન્નાઈ) – હોમ ગ્રાઉન્ડ પરની મેચ.

5 એપ્રિલ: ચેન્નઈ સુપર કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (બેંગલુરુ) – ફેન્સ માટે આ સૌથી હાઈ-વોલ્ટેજ ડ્રામા મેચ છે.

અત્યારની સ્થિતિ મુજબ, એમએસ ધોની 11 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં મેદાનમાં પરત ફરી શકે તેવી શક્યતા છે. ધોનીની ગેરહાજરીમાં હવે વિકેટ પાછળ ગ્લવ્સ કોણ પહેરશે અને મિડલ ઓર્ડરમાં ફિનિશરની ભૂમિકા કોણ ભજવશે, તે સીએસકે માટે મોટો સવાલ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here